________________
બિસ્કયન
૩૯ ચાલ વગરનો લોચો થઈને પડયો. દરમ્યાન પેલો સાધુ પોતાના ખચ્ચર ઉપર બેસી બનતી ત્વરાએ નાઠો અને દૂર ઊભેલા સાથીને જઈને મળ્યો. બંને જણા પછી પાછળનાનું શું થાય છે તે જોવા થોભ્યા વિના, ભગવાનનું નામ જપતા જપતા રસ્તે પડ્યા.
દરમ્યાન ડૉન કિવકસોટ પેલી કોચ-ગાડી પાસે જઈ પહોંચી, અંદર બેઠેલી બાનુને કહેવા લાગ્યા–“લેડી, તમો હવે તમારા અત્યાચારીઓના હાથમાંથી મુક્ત થયાં છો; કારણ કે તમારું અપહરણ કરવા ઇચ્છનારો અત્યાચારી થોડે દૂર ધૂળ ચાટતો પડ્યો છે. તમને તમારા મુક્તિદાતાનું નામ પ્રાર્થના વખતે યાદ કરવાનું ફાવે તે માટે હું કહી દઉં છું કે, હું લેડી ડુલસિનિયા ડેલ ટૉબોસોનો નાચીજ બંદો, પ્રેમ-શૌર્યને વરેલો નાઈટ ડૉન કિવકસોટ દ લા-માંશા છું. તમારી સેવા બજાવ્યા બદલ મારે બીજો કંઈ બદલો જોઈતો નથી, માત્ર તમે અહીંથી ટૉબોસો મુકામે જઈ, લેડી ડુલસિનિયાને આ વાત કરજો, તથા તમારી મુક્તિ માટે હું પેલા જાદુગર સામે કેવી રીતે લડયો તે વાત તેમને વર્ણવી બતાવજો.” | ડૉન કિવકસોટની આ વાત સાંભળી, એ બાનુના હજૂરિયા-વળાવિયા જેવો એક બિયન સ્કવાયર કોચની બાજુએથી આગળ આવ્યો, અને ડૉન કિવકસોટને કોચ રોકીને ઊભેલો જોઈ તથા ટૉબોસો તરફ પાછા વળવાનો આગ્રહ કરતો જોઈ, તેનો ભાલો હાથ વડે પકડી, પોતાની બિસ્કયન ભાષાનો અને સ્પેનિશ ભાષાનો ખીચડો કરીને બોલ્યો, “અબે નાઈઠડા, ભગ બેટ્ટા, નહીં થો અઠે થારો માથો ભાગી લાખા. ઘાડી રોખનારો ખોણ મૂવો હે રે?”
ડૉન કિવકસોટે હાથમાંનો ભાલો પડતો મૂકી તલવાર ખેંચી; પછી સીધા તે એની ઉપર ધસી ગયા. પેલો પણ કોચમાંની ગાદી ઢાલ તરીકે હાથમાં રાખી સામો ધસ્યો, અને થોડી વારમાં એક બીજાનો જીવ લેવા ઇચ્છનારા એ બે વચ્ચે તુમુલ યુદ્ધ મચી રહ્યું.
પેલી બાનુએ ડરીને પોતાની ગાડી થોડી દૂર ઊભી રખાવી, અને ત્યાં ઊભી ઊભી તે આ બે જણનું યુદ્ધ જોવા લાગી. પેલા બિસ્કયને પોતાની તરવાર ડૉન કિવકસોટના માથા ઉપર એટલા જોરથી ઝીંકી કે, પેલો લોખંડી ટોપ ન હોત, તો તે તરવાર તેમની કમ્મર સુધી નીચે