SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ સાન્કોનું ગવર્નર-રાજ! ૨૪૭ યુદ્ધ યોજવાની તૈયારીઓ કરવાનું તો ચાલુ જ રાખ્યું. તેમણે પોતાના હજરિયાઓમાંથી ટૉસિલૉસ નામના માણસને તૈયાર કર્યો અને પોતાનો ભાગ કેવી રીતે ભજવવો તે તેને સમજાવી દીધું. બે દિવસ બાદ યૂકે ડૉન કિવકસોટને ખબર આપી કે, ચાર દિવસની અંદર પેલો બેવફા પ્રેમી તેમની સામે યુદ્ધ ખેલી લેવા આવવા કબૂલ થયો છે. ડૉન કિવકસોટને પોતાનાં પ્રેમ-શૌર્ય દાખવવાની આવી તક મળી, તે બદલ તે બહુ રાજી થયા. આ તરફ સાન્કો રસ્તામાં થયેલા થોડા રોકાણને કારણે છેક અંધારું થયું ત્યારે ભૂકના દરબારગઢથી દોઢેક ગાઉ દૂર રહ્યો. તેણે સવાર થયે જ આગળ જવાનું વિચારી, બાજામાં કયાંક રાતે પડી રહેવા જેવી જગા શોધવા માંડી. એમ શોધતાં શોધતાં ખબર રહી નહિ, અને જાના વખતનાં ખંડેરના એક ખાડામાં ગધેડા સાથે તે ગબડી પડ્યો. એ ખાડો કેટલો ઊંડો હશે એની તેને કલ્પના તો હતી નહિ, એટલે તે એમ માનવા લાગ્યો કે પાતાળ સુધી ઊંડા કોઈ ખાડામાં જ તે ઊતરી રહ્યો છે. પરંતુ અઢારેક ફીટ ઊંડે ગયા પછી તરત તે ગધેડા ઉપર બેઠેલી હાલતમાં જ તળિયે પહોંચ્યો અને થોભ્યો. તેણે હવે આસપાસ હાથ લાંબો કરી કયાંક જવાયનીકળાય તેવું કહ્યું છે કે નહિ, એની તપાસ કરવા માંડી; પણ એ ખાડો ચારે તરફથી એવો ઊભડક હતો કે, ઉપર ચઢાય કે જવાય તેવું હતું જ નહિ. વળી અંધારામાં ગમે તે બખોલમાં હાથ નાંખવો એ પણ સહીસલામત ન ગણાય. એટલે તેણે આસપાસ કોઈ જતા આવતાને કાને પોતાનો અવાજ જાય તેવી બૂમો પાડવા માંડી. તેના ગધેડાએ પણ એ અસ્કમાતથી ગભરાઈ બૂમો પાડવામાં સાથ પુરાવવા માંડયો. કઈ અપશુકનિયાળ ઘડીએ પોતે ગવર્નરપણાની લાલચમાં ઘેરથી નીકળ્યો, અને ગવર્નર બન્યો, એનો વિચાર તેને આવવા લાગ્યો. ગવર્નર બન્યા પછી પોતાની સ્ત્રીને લખેલા કાગળના જવાબમાં તેની સ્ત્રીએ કેવાં ખુશીઆનંદ દર્શાવ્યાં હતાં, તથા પોતાની છોકરી માટે કોઈ રાજદરબારી જુવાનને પતિ તરીકે પસંદ કરવાના પોતાના વિચાર બદલ કેવા ધન્યવાદ આપ્યા હતા, તે બધું તેને યાદ આવવા માંડ્યું, અને તેના દુ:ખનો પાર ન રહ્યો.
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy