SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉન કિવકસોટ! પેલા વેપારીઓ એમનો દેખાવ અને એમના બોલવાની ઢબ ઉપરથી સમજી ગયા કે, આ કોઈ ભેજા-ગેપ માણસ છે, એટલે તેની સાથે સાચવીને કામ લેવાનું તેમણે વિચાર્યું. | વેપારીઓમાંનો એક જરા મજાકી પ્રકૃતિનો માણસ હતો. તેણે આગળ આવી મીઠા અવાજે કહ્યું, “ઘોડેસવાર બહાદુર, અમે આપ કહો છો તે સુંદરીને જોયાં નથી; એક વખત તે સુંદરી અમને બતાવો, એટલે તેમની સુંદરતા જોઈને તરત તેમને વિશ્વનાં સર્વશ્રેષ્ઠ સુંદરી તરીકે અમે સલામ ભરીશું.” ડૉન કિવ સોટે જવાબ આપ્યો, “એક વખત હું તમને તે સુંદરી બતાવું, પછી તેમની સર્વશ્રેષ્ઠતા કબૂલ કરાવવામાં મારી જરૂર જ શી રહે? પરંતુ અહીં તો તમારે મારા કહેવાથી જ એ વસ્તુ માનવાની છે અને કબૂલ કરવાની છે. નહિ તો, હે મર્યો, તમે પ્રેમ-શૌર્યના નિયમો અનુસાર એક એક કરીને મારી સામે લડવા આવી જાઓ, અથવા કાયરોના નિયમો પ્રમાણે બધા સામટા મારા ઉપર તૂટી પડો. પરંતુ હું તો મારી એ સૌંદર્યરાજ્ઞીની આણ ન માનનારાને અહીંથી આગળ નહીં જ વધવા દઉં. તમે સૌ બીજી જ કોઈ સૌંદર્ય-રાજ્ઞીની આણ માનો છો, તે હું જાણી ગયો છું. તમારે હવે મારી સાથે લડવું જ પડશે.” પેલા વેપારીએ જવાબમાં નમ્રતાથી કહ્યું, “નાઈટ-બહાદુર, અમે પણ બધા માનવંત રાજવીઓ છીએ; એટલે અમે નજરે જોયા વિનાની કશી વાત કબૂલ કરી શકીએ નહિ. તમે તમારી સૌંદર્ય-રાજ્ઞીની નાની રાઈ જેટલી છબી અમને બતાવશો તો પણ ચાલશે; કારણ કે, એક દાણા ઉપરથી આખી ગૂણની પરખ અમે કરી લઈએ છીએ. અમે બધા તમારી વાત માની લેવા એટલા બધા ઉત્સુક છીએ કે, એમની છબી જોયા પછી, ભલે એમની એક આંખ બાડી હશે અને બીજી આંખ પીળી પચરક કે લાલ ધમક હશે, તો પણ અમે તેમને જગતની સર્વશ્રેષ્ઠ સુંદરી તરીકે સ્વીકારીશું.” ડૉન કિવસોટ તરત ગુસ્સાથી સળગી ઊઠીને બોલ્યા, “પીળી પચરક અને લાલ ધમક – હેં? તમે બદમાસો સોંદર્યરાજ્ઞીની આવી મજાક કરો છો? તમને તમારી નાસ્તિકતા બદલ હમણાં જ હું બરાબર પાઠ શીખવાડું છું.” આમ કહી તેમણે તરત પોતાનો ઘોડો એ મજાકી વેપારી ઉપર એવો જોરથી
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy