________________
શુભ પ્રારંભ
૨૫ દોડાવ્યો કે, જો રોઝિૉન્ટી અધવચ જ ઠોકર ખાઈને ગબડી પડયો ન હોત, તો તે દોઢડાહ્યાનું આવી જ બન્યું હતું! પણ ઘોડો પડ્યો તેની સાથે ડૉન વિક્સોટ પણ પોતાનાં બખ્તર, ઢાલ, એડીઓ, અને ટોપા સાથે એવા ચત્તાપાટ ગબડી પડયા કે પછી હજાર હજાર પ્રયત્ન કરવા છતાં તેમનાથી પગભર થઈ શકાયું નહિ. પરંતુ એમ નીચે પડયા છતાં તેમણે જીભથી તો એ સૌને પડકારવાનું ચાલુ જ રાખ્યું: “ઊભા રહો કાયરો, ભાગી ન જશો! હું અહીં ગબડી પડ્યો છું, તે મારા ઘોડાને કારણે, હરામજાદાઓ!”
પેલા ખચ્ચરિયાઓમાંનો એક, હવે પોતાના શેઠ માટે વપરાતા આવા અપમાનભર્યા શબ્દો સહન ન થઈ શકવાથી, તરત પાસે દોડી આવ્યો અને ડૉન કિવકસોટનો ભાલો લઈ, તેણે તેના ત્રણ ટુકડા કરી નાંખ્યા; પછી એક ટુકડો લઈ, તેણે નીચે પડેલા ડૉન કિવકસોટને ઘઉંના પૂળિયાને ધીબે તેમ ધીબવા માંડ્યો. પેલા વેપારીએ તેને વધારે પડતું મારી ન બેસાય તે માટે ટકોર્યો, પણ પેલો તો હાથમાંનો ટુકડો ફાટી ગયો ત્યાં સુધી થોભ્યો નહિ; અને પછી તે ટુકડો ફેંકી દઈ તેણે બીજો ટુકડો હાથમાં લીધો અને તે ફાટી ગયો ત્યારે ત્રીજો.
ડૉન કિવકસોટ પડયા પડયા પણ તે લોકોને પડકારતા અને તેઓની કાયરતા બદલ તેમને ડારતા જ રહ્યા. છેવટે ભાલાના બધા ટુકડા ફાટી ગયા, અને પેલો ખચ્ચરિયો પણ પૂરેપૂરો થાકી ગયો, ત્યારે તે તથા પેલા વેપારીઓ ડૉન કિવકસોટની ઠેકડી ઉરાડતા અને આખે રસ્તે તેના વિષે વાતો કરતા કરતા ચાલ્યા ગયા.
| ડૉન કિવકસોટે તે લોકોના ગયા પછી ઊભા થવા ઘણી મથામણ કરી; પણ આટલો મેથીપાક મળ્યા પછી એમ કરવું વિશેષ મુશ્કેલ થઈ ગયું હતું; એટલે આવા પ્રસંગોએ પુસ્તકોમાંના નાઈટો શું બીલીને કે શું સ્મરીને આશ્વાસન મેળવતા, તે યાદ કરીને, કેટલાંક ગીતોની કડીઓ ગણગણતા રસ્તા વચ્ચે જ તે પડી રહ્યા.
બનવા કાળ, તે એ રસ્તે થઈને તેમનો પડોશી ખેડૂત ગધેડા ઉપર ઘઉંની ગૂણ લાદીને આવતો હતો. તેણે ડૉન કિવકસોટને રસ્તા વચ્ચે પડેલા જોઈ, તે કોણ છે અને શા માટે રસ્તામાં પડયા છે, એમ પૂછયું. ડૉન કિવકસોટે તો જવાબમાં પ્રેમ-શૌર્યના પ્રાચીન દુહાઓ જ લલકારવા