________________
યોજનાઓ, પ્રવૃત્તિઓ; હિલચાલો, કે ઘણાય જંગો કે બળવાઓ એ રીતે તીવ્ર ભાવનાશાળી, પણ પૂરતી દૃષ્ટિશક્તિ વિનાના આદર્શવાદીઓએ ઉપાડયાં હોય છે. પરંતુ તેમનું પરિણામ જે આવે છે, તેનો યથાર્થ પરિચય તો ડૉન કિવકસોટે પેલા ખેત-મજૂર-છોકરા ઍયૂનું દુ:ખ ટાળવા કરેલા પરાક્રમના વર્ણનમાંથી મળે છે. તે છોકરો ડૉન કિવકસોટને ફરી વાર ભેગો થયો, અને ડૉન કિવકસોટે ફરી તેની મદદે ચડવા તૈયારી બતાવી, ત્યારે તેણે જે કહ્યું તે યાદ કરવા જેવું છે –“અલ્યા નાઇટડા, ફરીથી આખી જિંદગીમાં તું મને ભેગો ન થતો; મને ભલે મારીને કકડા કરી નાખે, પણ તારા જેવાની મદદની મારે જરૂર નથી! તારા જેવા નાઇટો દુનિયામાં ન આવે તો સારું– કારણ કે, તમારામાં લોકોનાં દુઃખ ઘટાડવાની નહિ પણ વધારવાની જ આવડત હોય છે!”
દરેક જમાનામાં ‘યુટોપિયા” અર્થાત્ “સખાવતી’ નગરીની ઉટપગાટ કલ્પનાઓ કરી, તે રસ્તે આખી દુનિયાને દોરી જવા ઇચ્છનારાઓનો પાર હોતો નથી. અલબત્ત, જો તેઓ અહિંસાધર્મી હોય, તો તો પોતાની ઉટપટાંગ કલ્પનાઓ લઈને પડી રહે, અથવા પોતાની જાતને નુકસાન કર્યા કરે, ત્યાં સુધી વાંધો નહિ. પરંતુ તેમાંના ઘણા -લગભગ બધા – હિંસાધર્મી હોઈ, “પોતાની સાથે નહિ, તે પોતાનો વિરોધી દુશ્મન’ એમ માનીને ચાલતા હોય છે; અને એ દુશમનોનો નાશ કરવામાં જ પોતાની બધી તાકાત લગાવતા હોય છે, – ભલે લોકશાહી રીતે માથાં ગણીને કે સરમુખત્યારની રીતે માથાં ભાગીને !
આપણા આઝાદી-જંગના ઇતિહાસમાંથી આવા નમૂનાઓ સહેજે તારવી આપી શકાય. કેટલાય ‘બાગી ઓ (ક્રાંતિકારીઓ), ‘વાદીઓ (સમાજવાદ ઇ૦ના પુરસ્કર્તાઓ), ‘યોજના”કારો ઇ૦ ભારતવર્ષના ઇતિહાસપટ ઉપર આવી કામગીરી બજાવી ગયા છે અને બજાવી રહ્યા છે. મોટે ભાગે તેઓના પ્રયત્નોનું પરિણામ શૂન્ય અથવા વિપરીત આવ્યું હોય છે. ગાંધીજી જેવો એકાદ શક્તિ અને દૃષ્ટિવાળો પૂર્ણ-નેતા આવે છે, ત્યારે જ કાંઈક સિદ્ધિ હાંસલ થઈ હોય છે. પરંતુ એવા યુગપુરુષનું આગમન, થોડા વખતમાં જ પાછળ વિવિધ ક્ષેત્રે ડૉન કિવકસોટોને જન્મ