SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ | ડૉન કિવક્સોટ! માગણી કબૂલ રાખી છે. બે દિવસ બાદ લગ્ન સાદાઈથી ઊજવવાનાં છે. માટે ગમે તેમ કરી અહીં દોડી આવો, અને મને તમારા દગાબાજ મિત્રના હાથમાં પડતી બચાવો.” ડૉન ફડનાન્ડની દગાબાજીની આ વાત જાણી હું તરત કોઈને કહ્યા વિના સીધો મારે ગામ પાછો ફર્યો. મારું ખચ્ચર મેં પેલો કાગળ લાવનાર ભલા માણસને ઘેર જ રાખ્યું અને અંધારું થયું ત્યારે છાનોમાનો લ્યુસિન્ડાને મળવા તેને ઘેર ગયો. નસીબજોગે તે મને તેની બારીએ ઊભેલી જ મળી. તેણે મને બધી વાત કહી; તથા લગ્ન નક્કી જ છે એમ જણાવ્યું. પણ પોતે લગ્ન વખતે છેક છેવટના સૌને એ લગ્નવિધિ અટકાવવા વિનંતી કરી જોવાનું અને છતાં કોઈ ન માને તો પછી પોતાની સાથે છુપાવી રાખેલી કટારથી આત્મહત્યા કરવાનું નક્કી કર્યું છે, એમ રડતાં રડતાં તેણે મને જણાવ્યું. તે પ્રસંગે મારે ગમે તે રીતે છપાઈને હાજર રહેવું, એમ પણ તેણે કહ્યું. મારા પગ તો ભાગી જ ગયા; પરંતુ મેં લ્યુસિન્ડાની આખરી વિનંતીને માન આપી, લગ્નવિધિ વખતે છુપાઈને હાજર રહેવાનું નક્કી કર્યું. અને તે મુજબ તે દિવસે હું અગાઉથી છાનોમાનો તેના ઘરમાં પેસી ગયો અને પડદા પાછળ ઊભો રહી લગ્નવિધિ નિહાળવા લાગ્યો. “વિધિને અંતે પાદરીએ લ્યુસિન્ડાને પૂછયું, “તું ફર્ડિનાન્ડને તારા પતિ તરીકે સ્વીકારવા કબૂલ થાય છે?’ “એ પ્રશ્નના જવાબમાં લ્યુસિન્ડા ‘ના’ કહી, કટાર કાઢી, પોતાના શરીરમાં ખોસી દેશે, એવી જ અપેક્ષા રાખીને ઇંતેજારીથી હું જોઈ રહ્યો હતો. પરંતુ તેને બદલે લ્યુસિન્હાએ ધીમા અવાજે કશો જવાબ આપ્યો જે મને બરાબર સાંભળાયો નહિ. અને પછી તરત પાદરીએ લગ્નવિધિ આગળ ચલાવવા માંડયો. હું લગભગ બેભાન થઈ જવાની અણી ઉપર આવી ગયો. હવે ફર્ડિનાન્ડ પોતાની પત્નીને ભેટવા આગળ વધ્યો, પણ તે જ ઘડીએ લ્યુસિન્ડા બેભાન થઈ ગબડી પડી. તેની માએ જલદી આગળ આવી હવા લાગે તે માટે તેની છાતી ખુલ્લી કરી નાંખી, તો ત્યાં આગળથી એક પત્ર ગડી કરીને રાખેલો મળ્યો, અને પાસે જ છુપાવી રાખેલી કટાર! ફર્ડિનાન્ડે એ પત્ર લઈ લીધો અને પછી જરા બાજુએ
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy