SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ડિનિયો વાત પૂરી કરે છે ૧૧૩ "C ‘મારા મિત્ર ડૉન ફર્ડિનાન્ડને પણ મેં એ પત્ર બતાવ્યો. તે હવે ધીમે ધીમે લ્યુસિન્ડાના મોહમાં એવા ફસાતો ગયો હતો કે, તેણે વચ્ચેથી મારી આડખીલી દૂર કરી, પોતે ૪ લ્યુસિન્ડાના બાપને મળી, પોતાને માટે લ્યુસિન્ડાના હાથની માગણી કરવાનો વિચાર કર્યા. "C તેણે તે જ દિવસે છ ઘોડા ખરીદ્યા અને પછી તેમની કિંમત પોતાના મોટા ભાઈ પાસે જઈ તરત લઈ આવવા મને તેને ગામ મોકલી દીધો. સાથે તેણે પોતાના મોટાભાઈ ઉપર લખેલો એક સીલબંધ કાગળ આપ્યો, જેથી હું તે વાંચી શકું નહિ. તેમાં તેણે તેના મોટાભાઈને જણાવ્યું હતું કે, તેમણે ગમે તે બહાને મને થોડા વધુ દિવસ ત્યાં જ રોકી રાખવો. મને તો કશી શંકા જ ગઈ નહોતી; એટલે હું તેનો કાગળ લઈ, જલદી જલદી પાછો આવી જવાના ખ્યાલથી ફર્ડિનાન્ડને ગામ જવા ઊપડયો. ત્યાંથી પાછા આવી, લ્યુસિન્ડાના બાપને મળી, તેના હાથની માગણી કરવાનું મેં નક્કી કર્યું હતું. “ફર્ડિનાન્ડના મોટા ભાઈએ ફર્ડિનાન્ડનો પત્ર વાંચી, તેની ઇચ્છા મુજબ મને રોકી રાખવાનાં બહાનાં કાઢવા માંડયાં. તેણે મને કહ્યું કે, ફર્ડિનાન્ડે આ ઘોડા તેના બાપની મરજી વિના જ ખરીદ્યા છે, એટલે તેણે એ પૈસા બાપથી છાના ગમે તેમ કરીને જોગવવાના છે ઇટ. ઉપરાંતમાં, તેના બાપની નજરે મારે ન પડવું, એવી પણ તેણે મને સૂચના આપી. “હું અકળાયો; પણ હવે બીજો છૂટકો ન હોવાથી ત્યાં છાનોંમાનો પડી રહ્યો. થોડા દિવસ બાદ મારે ગામથી એક દૂત આવ્યો અને લ્યુસિન્ડાના હાથનો લખેલો કાગળ મને આપી ગયો. તે દૂત કોઈ અજાણ્યો જ માણસ હતો. લ્યુસિન્ડાના ઘરના પાછલા બારણા આગળ થઈ તેને જતો જોઈ, તેણે તેને આજીજી કરીને આ કાગળ મને પહોંચાડવા મોકલ્યો હતો; એ મહેનતના બદલામાં તેણે તેને સો રિયલ ભરેલી એક કોથળી આપી દીધી હતી, એમ પણ પેલાએ જણાવ્યું. “મે ડરતાં ડરતાં કશા માઠા સમાચાર વાંચવાની ખાતરીથી જ એ કાગળ ફોડયો અને વાંચ્યો:— ‘ફર્ડિનાન્ડે તમારા પિતા દ્વારા મારા પિતા પાસે તેને માટે મારા હાથની માગણી કરાવી છે. મારા પિતાએ ફર્ડિનાન્ડના કુટુંબ જેવા ઉચ્ચ ખાનદાન સાથે સંબંધ થતો હોવાથી એ 31-7
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy