SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ડિૉન કિવકસોટ ! બંને જણાને એકબીજાને થયેલા અનુભવની વાતો કરવાની તો હતી જ; અને બંને જણનો એકબીજા પ્રત્યેનો આદરભાવ પણ એ છેલ્લા અનુભવોથી બરાબર વધ્યો હતો. એટલો રસ્તો ઝટ કપાવા લાગ્યો. આ પ્રદેશમાં ડૉન કિવકસોટની કથાનો પહેલો ભાગ છપાઈને પ્રચારમાં આવી ગયો હતો એટલે રસ્તાના વટેમાર્ગ વગેરે પણ તેમના નામ અને કામથી પરિચિત મળતા. શરૂઆતમાં કેટલાક લોકો એવા પ્રશંસકો જ મળ્યા, એટલે એમનો રસ્તો ઝટ ટૂંકો થવા લાગ્યો. અચાનક અમુક જગાએ રસ્તામાં રોઝિનેન્ટીના પગ લીલા રંગના દોરાની જાળોમાં અટવાયા અને એ જાળોની ખેંચાખેંચ થતાં બાજુએથી ગોપીઓનો વેશ પહેરેલી બે જુવાન સ્ત્રીઓ નીકળી આવી. તેમણે જણાવ્યું કે, અમારા અવાજથી છેતરાઈને આવતાં પંખીઓ પકડવા માટે અમે આ જાળ બિછાવી છે, તે કેવળ અમારા મનોરંજન માટે છે, કોઈને તકલીફમાં નાખવા માટે નથી; માટે તમે જરા થોભો અને એ જાળોની તોડ-ફોડ ન કરશો. ડૉન કિવકસોટ ફૂલ-પાનના શણગારથી વનદેવતાઓની પેઠે અદ્ભુત રીતે શોભતી એ સુંદરીઓથી પ્રભાવિત થઈ એકદમ બાજુએ વળી ગયા. પેલીએ હવે જણાવ્યું, “આ બાજુએ જાગીરદારોનું એક ગામ છે. ત્યાંના લોકો ખાધેપીધે સુખી અને એક રીતે તવંગર કહેવાય તેવા છે. અમે એ ગામની કન્યાઓ છીએ. દર વર્ષે અમે આ તરફ વનમહોત્સવ જેવી ઉજાણી ગોઠવીએ છીએ; અને ગોપ-ગોપીનો વેશ લઈ આ ઉપવનમાં ફરી-રમી આનંદ કરીએ છીએ. થોડે દૂર અમે તંબૂઓ ઠોક્યા છે, તે તરફ આવશો તો અમને તમારું આતિથ્ય કરવાનો આનંદ મળશે.” ડૉન કિવકસોટને આ સુંદરીઓના મધુર વર્તન અને સંભાષણથી ઘણો આનંદ થયો હતો. એટલે તેમણે તેમના ઉત્સવમાં ભાગ લેવા આવવાનું તરત કબૂલ કર્યું. સાન્કોએ તરત તે સુંદરીઓને જણાવ્યું કે, આ મહાશય મશહૂર નાઈટ ડૉન કિવકસોટ દ લા માંશા પોતે છે. એ જાણીને તો એ સુંદરીઓ રાજી રાજી થઈ ગઈ. તેમણે કહ્યું, “એમની કીર્તિ એમનાથી ઘણી આગળ આગળ દોડતી જાય છે, અને અમે પણ તેમની ઘણી વાતો સાંભળી છે. અમારા પિતા તથા ભાઈઓ એમને નામથી
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy