SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ડૉન કિવકસોટ! - ડૉન કિવકસોટ જરા હોંશમાં આવ્યા એટલે તેમણે સાન્કોને કરુણ અવાજે બોલાવવા માંડયો.“સાન્કો, ભાઈ સાન્કો, તું ઊંઘે છે?” અરે નરકની આખી ભૂતાવળ આપણા ઉપર તૂટી પડી હોય અને શરીર ઉપર કૂદાકૂદ કરતી હોય, ત્યારે ઊંઘવાનું શી રીતે મળતું હશે, ભલા?” ખાટા થઈ ગયેલા મિજાજે સાન્કોએ જવાબ આપ્યો. * ડૉન કિવકસોટે તો તે કશું સાંભળ્યા વિના કહેવા માંડયું, “જો ભાઈ, તને એક ગુપ્ત વાત મારે કહેવી છે, પણ તું સોગંદ ખા કે, હું જીવતો હોઉં ત્યાં સુધી તું કોઈની આગળ એ વાત પ્રગટ નહીં કરી દે; કારણ કે આમાં કોઈ બાઈ-માણસની ઈજજતનો સવાલ છે.” ઠીક, હું સોગંદ ખાઉં છું, પછી?” “તો જો ભાઈ, આજે રાતે કલ્પી ન શકાય એવું ખુશનુમા પરાક્રમ મારે ભાગે ખેલવાનું આવ્યું છે. આ કિલ્લાના રાજાની કુંવરી આજે રાત્રે અંધારામાં મારી પાસે આવી હતી. તેના રૂપનાં, તેની મધુરતાનાં અને તેના પ્રેમમાં હું શું વખાણ કરું? પણ અમારા બે વચ્ચે પ્રેમની આપ-લેની ગુપ્ત વાતો ચાલતી હતી, તેવામાં એ રાજકુમારી ઉપર મોહિત થયેલા અને મેલી વિદ્યા જાણતા કોઈ રાક્ષસે અદૃશ્યપણે આવી મારા મેં ઉપર જોરથી ફટકો લગાવ્યો; એને લીધે મને ગઈ કાલના માર કરતાં પણ વધુ દુ:ખ થાય છે. અત્યારે હું ઘાયલ સ્થિતિમાં પડ્યો છું, એટલે મારાથી એ દાનવની માયાજાળ તોડી નાખીને તે પ્રિય રાજકુમારીનો ઉદ્ધાર થઈ શકે તેમ નથી.” સાન્કોએ દુ:ખથી કણસતાં કણસતાં જવાબ આપ્યો, “તમારા ઉપર તો એક રાક્ષસે હુમલો કર્યો હશે, પણ મારા ઉપર તો અંધારામાં ચારસો રાક્ષસોએ એવો કારમો હુમલો કર્યો છે કે, એને હિસાબે ગઈ કાલનો માર તો મને પીંછાંના ઘસરકા જેવો જ લાગે છે. પણ માલિક, તમે આને ખુશનુમા પરાત્રિમ’ કહો છો?—જેને અંતે આપણ બેઉને મારી મારીને લોટ કરી નાખ્યા હોય? છતાં તમને તો પેલી રાજકુમારીના આલિંગનનો લહાવો મળ્યો એટલે તમને તો એ બધું ‘ખુશનુમા’ લાગે; પણ મને તો કોઈ ડાકણના એવા ટપલા અને નહોર મળ્યા છે કે, મારાથી તો રડી પણ શકાતું નથી.”
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy