________________
વીધી કે કિલ્લો ?
""
તો શું તને પણ માર પડયો છે, ભાઈ?”
66
તો હું ત્યારનો બીજી શી ડાચાકૂટ કરી રહ્યો છું, માલિક?”
66
તો તો હવે, મારે સાજા થઈ, તારે માટે પેલો જાદુઈ નુસખો તરત જ તૈયાર કરાવવો પડશે. એ નુસખાથી તો આંખ મીંચકારતાંમાં તું સાજો થઈ જઈશ.”
૫૯
પેલો અસર હવે રસોડામાંથી દીવો સળગાવી, તે ઓરડા તરફ કોનું ખૂન થયું છે તે જોવા આવ્યો. તેણે રાતનો પોશાક પહેરેલો હતો, અને માથા ઉપર પટકો તાણી બાંધ્યો હતો; એટલે સાન્કોએ તરત ડૉન કિવકસોટને પૂછ્યું, “માલિક, આ પેલો માયાવી રાક્ષસ ફરી મારા શરીર ઉપર કોઈ સાજો ખૂણો રહી ગયો હોય તેની તપાસ કરવા આવ્યો લાગે છે.”
66
(c
ના ભાઈ, ના; માયાવી લોકોની કશી આકૃતિ આપણી નજરે ન પડે. ”
આમ વાત ચાલતી હતી તેવામાં પેલો અસર આગળ આવી ડૉન કિવકોટને પૂછવા લાગ્યો, “કેમ અલ્યા, હવે તને કેમ છે?”
ડૉન વિકસોટ તાડૂકી ઊઠયા, “ ‘અલ્યો ’ સાળો તું હોઈશ; નાઈટ લોકો સાથે કેમ બોલવું એ પણ તને આવડે છે કે નહિ?”
એ ઘવાયેલા કંગાળ સુકલકડી માણસ પાસેથી આવા તુમાખીના શબ્દો સાંભળતાં જ પેલા અફસરને એવો ગુસ્સો ચડયો કે તેણે હાથમાંનો સળગતો દીવો ડૉન કિવકસોટના માથા ઉપર જ છૂટો માર્યો. પછી તેના કપાળમાં કે માથામાં કેવો ઘા થયો છે એ જોવાની પરવા કર્યા વિના અંધારાને આશરે એ ઓરડા બહાર ચાલ્યો ગયો.
૪
ડૉન કિવકસોટે હવે કબૂલ કર્યું કે, અદૃશ્યપણે આવી ઘા કરનાર એ જરૂર કોઈ દાનવ જ હોવો જોઈએ. પછી દીવાના તેલના રેલા પોતાના માથા ઉપર ચાલતા જોઈ, તેમણે તરત સાન્કોને કહ્યું કે, “તું જલદી જઈ, આ કિલ્લાના ગઢપતિ પાસે જઈ, થોડું તેલ, મીઠું, દારૂ અને રોઝૉરીનાં પાન માગી લાવ, જેથી હું પેલી જાદુઈ દવા તૈયાર કરું.”