SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ ડૉન કિવકસોટ! ટૉસિલૉસે હવે પોતાનો ટોપ અને બખ્તર ઉતરાવી નાખ્યાં. પરંતુ, તેનું મોં ખુલ્લું થતાં જ ડૉના રૉડીગીઝ અને તેની પુત્રી બોલી ઊઠયાં, “દગો, દગો!” આ તો, ભૂકના હજૂરિયાને મારા પતિને સ્થાને ગોઠવી દેવાનું કાવતરું છે! મારો કાયદેસર પતિ બીજો જ માણસ છે, આ નહિ!” પેલી છોકરી બૂમ પાડી ઊઠી. પણ ડૉન કિવકસોટ હવે વચ્ચે પડ્યા. તેમણે કહ્યું, “બાબુ, આમાં દગો ફગો કાંઈ નથી; તથા ડયૂક સાહેબનો પણ કાંઈ વાંક નથી. આ તો મારા દુશ્મન જાદુગરો, જે મારો પીછો કરી રહ્યા છે, તેઓએ આ ટૂંકયુદ્ધમાં વિજેતા નીવડવાનો યશ મને પ્રાપ્ત ન થાય, તે માટે કેવળ કરેલી નજર-બંધી છે; એટલે તમે તમારા સાચા પતિને હવે એક મામૂલી હજૂરિયાના રૂપમાં જ દેખો છો. મારી નજરબંધી પણ એ બદમાશોએ એવી કરેલી છે કે, હું પણ આખા જગતની સૌંદર્યરાજ્ઞી લેડી ડુલસિનિયાને લસણ-ગંધાતી એક ગામડિયણ તરીકે જ જોઈ શકું છું. એટલે તમે મારી સલાહ માની, હાલ તુરત તેને પરણી જ લો; અત્યારે તે પરણવા કબૂલ થયો છે, એટલું જ બસ છે; એનું રૂપ તો યોગ્યકાળે બદલાઈ રહેશે, અને હું પોતે એ જાદુગરોની આ તથા બીજી સર્વ માયાજાળ જલદી તોડી આપવાની તમને ખાતરી આપું છું.” જોકે, પોતાની મજાક પોતાના જ લમણામાં વાગ્યા જેવું થયું હોવાથી ખૂબ ગુસ્સે થઈ ગયા હતા, છતાં ડૉન કિવકસોટનો ખુલાસો સાંભળી એકદમ હસી પડ્યા. અને તેમણે પણ હસતાં હસતાં કબૂલ કર્યું કે, “આ મારો હજારિયો હરગિજ નથી! પણ હાલ તુરત આ માણસને આપણે પંદરેક દિવસ અટકાયતમાં રાખીએ, અને દરમ્યાન તેનું મોં બદલાયા છે કે નહિ તે જોઈએ. ડૉન કિવકસોટ જેવા વીરપુરુષ સામે એ બદમાશ જાદુગરોનો જાદુ લાંબું ચાલવાનો નથી; માટે આપણે આ લગ્ન હાલ તુરત મોકૂફ રાખીએ, તો સારું.” પણ સાન્કો વચ્ચે જ બોલી ઊઠયો, “મારા અનુભવની વાત સાંભળો તો, મારા માલિકની બાબતમાં આવા કિસ્સા બનતા જ આવે છે; અને એ જાદુગરો ક્યારે હાથમાં આવશે અને તેમની સાન ઠેકાણે
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy