________________
સિંહ ખુશીથી પાંજરામાં પુરાયા!
૧૪૩
નાઈટ-મહાશય, આપની બધી વાત સાંભળી આપની સાથે મિકોમિકોન દેશ સુધી સાથે આવવા અને આપનાં પરાક્રમ નજરે નિહાળવા ઇંતેજાર છીએ; અને આપની તે બાબત સહાનુભૂતિભરી સંમતિ મળે તે માટે આજીજી કરીએ છીએ.”
ડૉન કિવકસોર્ટ ઉદારતાથી તથા નમ્રતાથી એ સૌને પોતાની સાથે મિકો મિકોન દેશ સુધી આવવા પરવાનગી આપી.
૧૮
સિંહ ખુશીથી પાંજરામાં પુરાયા!
૧
સૌ હવે વીશીમાં નવાં આવેલાં કેટલાંક મહેમાનોની વિશેષ વાતો સાંભળતાં થાકીને મોડી રાતે ઊંઘમાં પડયાં. માત્ર ડૉન કિવસોટ એકલા જ હથિયાર-સજ્જ થઈ, એ કિલ્લાનું જાગતા રહી રક્ષણ કરવા, બહાર · પહેરો ભરવા લાગ્યા. કારણ કે, તેમના માનવા મુજબ, આજે એ કિલ્લામાં ઘણી સુંદરીઓએ આશરો લીધો હોઈ, જાદુગરો કે રાક્ષસોનો હુમલો જરૂર થવાનો !
પણ આ દરમ્યાન વીશીની પેલી બટકી નોકરડીને તથા વીશીવાળાની જુવાન છોકરીને એક તોફાન સૂઝયું.
વીશીને ખેતરો તરફ માત્ર એક જ બારી હતી, અને તે પણ ઘાસ બહાર નાખવા માટેના બાકા જેવી જ હતી. પેલી બંને જણીઓ તે બાકા પાસે આવી. ડૉન કિવક્સોટ લેડી ડુલસિનિયાને સંબોધતા, તેમનો કૃપાકટાક્ષ યાચતા, અને પોતાની પ્રેમનિષ્ઠાની ખાતરી આપતા રોન ફરી રહ્યા હતા. વીશીવાળાની દીકરીએ બાકા પાસે આવી ધીમેથી બૂમ પાડી, “નાઈટ-મહાશય, જરા આ તરફ નજીક આવો જોઉં.”
ડૉન કિવક્સોર્ટ એ બાકા તરફ નજર કરીને જોયું અને તેમને તરત યાદ આવ્યું કે, આ ગઢપતિની યુવાન દીકરી પહેલેથી તેમના પ્રત્યે આકર્ષાઈ છે અને તેમની પ્રેમ-યાચના કરતી તેમને અત્યારે પાસે બોલાવી રહી