________________
૮૨
ડૉન કિવકસોટ! ચડાવી દીધું. આથી તેનું ગધેડું તેના શબ્દોમાં “ચારમાંથી ત્રણ હિસ્સા નવું થઈ ગયું.
હવે બને જણ રોઝિન્ટી લઈ જાય તે તરફ શાંતિથી આગળ ચાલ્યા. થોડે દૂર ગયા પછી સાન્કોએ ધીમે રહીને વાત કાઢી, “માલિક, આવા નિર્જન વન-વગડામાં રખડવા કરતાં, આપણે કોઈ મોટા રાજામહારાજાઓ કે અમીર-ઉમરાવો રહેતા હોય અને લડતા હોય એવા ભાગમાં જઈએ તો વધુ સારું નહિ? અહીં તમે ફાવે તેવાં મોટાં પરાક્રમો કરો તો પણ આજુબાજુ જોનારું કે તેમની કદર કરનારું કોઈ હોતું નથી. એટલે મહાન પરાક્રમોને અંતે મળતો સત્કાર, મોટો ભોજન-સમારંભ કે ઈનામ-અકરામ એમાંનું કશું તમને પ્રાપ્ત થતું નથી.” | ડૉન કિવકસોટે વિચાર કરીને જવાબ આપ્યો, “ભાઈ, બધા નાઈટો પ્રારંભે અજાણી જગાએ જ પરાક્રમો કરવાનું શરૂ કરે છે. પછી તેમની કીર્તિ જેમ જેમ ફેલાતી જાય છે, તેમ તેમ મોટા મોટા રાજાઓ કે અમીર-ઉમરાવો પોતાની કોઈ મુશ્કેલીમાંથી ઉદ્ધાર કરવા તેમની મદદની યાચના કરતા તેમને પોતાને ત્યાં બોલાવી જાય છે. તે વખતે તેઓ પોતાના નગરમાં તે નાઈટના પ્રવેશ વખતે ભારે સત્કાર-સમારંભ ગોઠવે છે. તે વખતે રાજાની કુંવરી અને તેની તહેનાતમાં રહેતી કુમારિકા-સખી પણ હાજર હોય છે. પછી રાતે ભોજન-સમારંભ બાદ તે રાજકુંવરી પોતાની સખી મારફતે સંદેશ મોકલી તે નાઈટને ગુપ્ત રીતે મળવાનું ગોઠવે છે. તેમાંથી તે એ નાઈટને જ પતિ તરીકે સ્વીકારવા તૈયાર થઈ જાય છે. પણ દરમ્યાન તે રાજકુંવરીના પિતાના રાજ્ય ઉપર ચડી આવેલા દુશ્મનો સામે પેલા નાઈટને લડવા જવાનું થાય છે. તે વખતે મહેલ પાછળના બગીચાઓનાં ઝુંડોમાં રાજકુમારી નાઈટને વિદાય-દુ:ખથી ભાગી પડતે હૃદયે રણસંગ્રામમાં વિદાય આપે છે, અને લડાઈમાંથી વિજયી થઈને આવ્યા બાદ પોતાની સાથે લગ્ન કરવાનું વચન લીધા બાદ જ તેને લડવા જવા દે છે.
એ લડાઈમાં વિજ્યી નીવડીને તથા ભારે પરાક્રમોથી મોટાં યશકિતી સંપાદન કર્યા બાદ તે નાઈટ પાછો તે રાજાના નગરમાં વિજયપ્રવેશ