________________
૨૫૮
ડૉન કિવકસોટ! વસ્તુ તો હમણાં જ ખલાસ થઈ; બીજી કોઈ પસંદ કરો.” *
પછી સાન્કોએ જે બીજી વસ્તુ પસંદ કરી, તે વસ્તુ પાસેના બજારમાંથી મંગાવ્યા છતાં હજુ આવી ન હોવાથી, કોઈ ત્રીજી પસંદ કરવાની વીશીવાળાએ વિનંતી કરી.
એમ લગભગ, વીશીવાળાએ કહી બતાવેલી બધી ચીજો નહીં મળી શકે, એવું જાણ્યા પછી, સાન્કોએ થાકીને “જે તૈયાર હોય તે’ આપવા જણાવ્યું, એટલે તરત વીશીવાળાએ ‘ઑર્ડર’ મંજૂર રાખ્યો! | દરમ્યાન, ડૉન કિવકસોટ પોતાની ઓરડીમાં બેઠા હતા, તેની પાસેની ઓરડીમાં બીજા બે મુસાફરો ઊતરેલા હતા. એક જણ કોઈ ચોપડી મોટેથી વાંચતો હતો, અને બીજો સાંભળતો હતો. એમાં વચ્ચે વચ્ચે પોતાનું નામ આવતું જોઈ, ડૉન કિવકસોટે સાન્કોને તપાસ કરવા તેમની પાસે મોકલ્યો, તો તેઓ ડૉન કિવકસોટની કથાનો ‘બીજો ભાગ’ છપાયો હતો તે વાંચતા હતા!
ડૉન કિવકસોટ તરત તેમના કમરામાં ધસી ગયા. સાન્કોએ તેમની ઓળખાણ પેલાઓને આપી; એટલે પેલાઓ રાજી થતા થતા ડૉન વિકસોટને સ્વદેહે મળવાનો આનંદ પ્રગટ કરવા લાગ્યા.
ડૉન કિવકસોટે જોયું તો તે બીજો ભાગ, બીજા કોઈએ જ લખેલો હતો; પહેલો ભાગ લખનારે નહીં. અને તેમાં ભૂલો તથા ખોટાં ખોટાં નામ ઘણાં હતાં.
પેલાઓએ ડૉન કિવકસોટ સાથે ઘણી ઘણી વાતો કરી. તથા તેમને પોતાની સાથે વાળુ કરવા પણ નિમંત્રણ આપ્યું. એટલે સાન્કોએ બને જણ માટે પોતે આપેલો ‘ઑર્ડર’ એકલાએ જ ખાઈ નાખ્યો. * વાળ બાદ પેલાઓએ ડૉન કિવકસોટને પૂછયું, “હવે આપ કઈ દિશામાં વિજ્યપ્રસ્થાન માટે નીકળ્યા છો?” | ડૉન કિવકસોટે કહ્યું, “સરગોસા તરફ નાઈટોની ટુર્નામેન્ટ છે, તેમાં ભાગ લેવા હું જાઉં છું.”
ત્યારે પેલાઓએ તરત કહ્યું, “આ બીજો ભાગ લખનારાએ એ ટુર્નામેન્ટનું તમારે વિષે આપેલું વર્ણન ઘણું બેહૂદુ છે – કપોલકલ્પિત છે, તથા મશ્કરીભર્યા શબ્દોમાં કરેલું છે.”