________________
બાર્સિલોના તરફ
૨૫૯ ડૉન કિવકસોટે તરત જ કહ્યું, “તો હું એ બદમાશ લેખકને જૂઠો પાડવા, હવે સરગોસા જઈશ જ નહિ! એટલે એ ટુર્નામેન્ટની હકીકતની પેઠે બીજું બધું લખાણ પણ જૂઠું છે તથા બદ-દાનતથી લખેલું છે, તે આપોઆપ પુરવાર થઈ જશે !”
પેલાઓએ ડૉન કિવકસોટના એ નિર્ણયની આનંદ સાથે સરાહના કરી તથા ઉમેર્યું કે, “બાસિલોનામાં પણ આવી ટુર્નામેન્ટ હશે; ત્યાં આપ અવશ્ય જાઓ!” | ડૉન કિવકસોટે તે લોકોની વાત ઘણી ખુશીથી મંજૂર રાખી, તથા હવેથી પોતાને તેમના ઉત્તમ મિત્રોમાંના એક તરીકે સ્વીકારવા પરવાનગી આપી.
૧૮
બાસિલોના તરફ સવારના ઠંડે પહોરે ડૉન કિવકસોટ અને સાન્કો બંને બાસિલો નાનો રસ્તો પૂછી લઈ, તે તરફ ચાલવા લાગ્યા. છ દિવસ સુધી તેઓ એ રસ્તે ચાલ્યા ત્યાં સુધી ખાસ જાણવા જેવું કાંઈ બન્યું નહિ. પરંતુ સાતમે દિવસે તેઓ રસ્તો ભૂલ્યા અને રાત આવી પડી એટલે ઝાડોના એક ઝુંડમાં રાતવાસો કરવા થોભ્યા.
સાન્કો તો ઘસઘસાટ ઊંઘી ગયો; પણ ડૉન કિવકસોટ જુદા જુદા વિચારને ચગડોળે ચડી ગયા. બધા વિચારો છેવટે એક જ મુદ્દા આગળ અડાવીને થોભ્યા કે, લેડી ડુલસિનિયાને માયાજાળમાંથી મુક્ત કરવાનો રસ્તો મલિન જેવાને મુખે સાંભળ્યો છે, અને પોતાના જ હાથમાં છે, છતાં એ કામ પહેલું પતવવાને બદલે, બીજી બાબતોમાં આથડયા કરીએ છીએ, તેથી કશો ભલીવાર આવતો નથી.
તેમને એમ પણ વિચાર આવ્યો કે, અલેકઝાન્ડરને પણ ગોરડિયસ રાજાએ વાળેલી ગાંઠ છોડતાં ન ફાવી એટલે તેણે તરવારથી જ કાપી નાખી અને છતાં તે વિશ્વવિજેતા બન્યો જ; તેમ આ સાન્કો પાન્ઝા