________________
૨૭૬
ડૉન કિવકસોટ! ડુલસિનિયા તારાં પણ માલિકણ થાય. અને તેમને વફાદાર નીવડવું એ તારો ધર્મ કહેવાય.”
આવી વાતોમાં ને ચર્ચાઓમાં તેઓ આગળ ચાલ્યા. હવે, પેલી ગોપ-ગોપીઓના વનમહોત્સવવાળી જગા આવી પહોંચી. ત્યાં ડૉન કિવકસોટને એવો વિચાર આવ્યો કે, આપણે પણ એક વરસ આવો ગણવેશ લઈ ઘેટાં-બકરાં સાથે વનોપવનોમાં ફરતા, પાવા વગાડતા, કવિતાઓ ગાતા, અને ફૂલ-પાનની માળાઓ પહેરતા વિતાવવું. સાન્કોને પણ એ વિચાર ખૂબ ગમ્યો. અને શાસ્ત્રીજી, ભુજ, અને હજામજી પણ આ યોજનામાં સાથે જોડાય, તો તેમને પણ કહી જોવાનું બંનેએ નક્કી કર્યું. ભરવાડો જેવાં સૌનાં નામ પણ તેઓએ નક્કી કરી લીધાં. જેમ કે પોતાનું કિવકનોટિસ, સાન્કોનું પાન્ઝિનો, શાસ્ત્રીનું સૅમ્સોનિયો કે કેસ્કોન, નિકોલસ હજામનું નિકુલૉસો, પાદરીનું ‘કયુરેટ” ઉપરથી કયુરિયાહaો ઇ૦. પછી પોતાને મનપસંદ ગોપીઓ પણ તેઓએ કલ્પી લીધી અને તેમનાં નામ પણ વિચારી લીધાં.
એક રાતે તેઓ ખુલ્લા ખેતરમાં સૂતા હતા; અને ચંદ્ર પ્રકાશનો હતો. સાન્કો ઘસઘસાટ ઊંઘી ગયો હતો; પણ ડૉન કિવકસોટ જાગતા હતા. તેમણે સાન્કોને ઢંઢોળીને ઉઠાડ્યો અને આજની ઠંડી રાતે હજારેક ફટકા ખાઈ લેવા વીનવવા માંડયો.
સાન્કો આનાકાની કરવા માંડયો. પણ એટલામાં ગુજરીમાં લઈ જવાનું છસોએક ભૂંડોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું. અને તેઓ તેમાંથી કંઈક બહાર નીકળી શકે તેવામાં તો તેમને ગબડાવતું અને રગદોળતું પસાર થઈ ગયું. બંનેના ભૂંડા હાલહવાલ થયા. સાન્કો ડૉન કિવકસોટની તરવાર માગી એ ભૂંડોમાંથી થોડાંકને મારવા પાછળ જવાનો વિચાર કરવા લાગ્યો, પણ ડૉન કિવકસોટે ના પાડી. તેમણે કહ્યું, “આ બધું મને પરમાત્મા જ સજા તરીકે મોકલે છે. એટલે ભંડ-ડુક્કર કે માખો પણ નાઈટને રગદોળી જાય છે. અને આ બધાનું મુખ્ય કારણ જ એ છે કે, હું હજ લેડી ડુલસિનિયાના ષ્ણમાંથી મુક્ત થતો નથી; અને તને તેમ કરવા ફટકા ખાઈ લેવાનું સમજાવી શકતો નથી.”