________________
ઘર તરફ
૨૭૭
બીજા બે દિવસ વીતી ગયા. ડૉન કિવકસોટની ધીરજ હવે ખૂટી ગઈ. તેમણે હવે સાન્કોની સાથે કોઈ પણ રીતે કડદો કરવા વિચાર કર્યો. તેમણે કહ્યું, “બોલ, તું એક ફટકા દીઠ કેટલા પૈસા લેવા માગે છે? તારી કિંમત બોલી નાંખ; હું તને આપણી થેલીમાંથી અબઘડી એ પૈસા ચૂકવવા તૈયાર છું.”
સાન્કોએ કહ્યું, “મારે ત્રણ હજાર ને ત્રણસો ફટકા ખાવાના બાકી છે. પાંચેક તો મેં ખાઈ લીધા છે. હવે એક ટકા દીઠ એક ‘કવાર્ટિલો’ એટલે કે દોઢ પેન્સ ગણીએ, તો ત્રણ હજાર ફટકાના સાતસો પચાસ રિયલ થાય. અને બાકીના ત્રણસો ફટકાના એ હિસાબે ઉમેરતાં કુલ આઠસો પચીસ રિયલ થાય. તમે પહેલા એટલા પૈસા મને ગણી આપો તો હું રાજીખુશીથી તેટલા ફટકા ખાઈ લઈશ.”
ડૉન કિવકસોર્ટ તરત એ સોદો કબૂલ કર્યો.
સાન્કોએ ફટકા મોડી રાતે ખાવાનું શરૂ કરવાનો નિર્ણય જાહેર ર્યા, અને ડૉન કિવકસોટ કયારે મધરાત થાય તેની રાહ જોવા લાગ્યા.
66
પછી સાન્કોએ ડેપલની લગામ કાઢી, અને પોતાના કમર સુધીનો ભાગ ખુલ્લો કરી, થોડે દૂર જઈ ફટકા ખાવાનું શરૂ કર્યું. ડૉન કિવકસોટે દૂર રહ્યાં રહ્યાં જ કહ્યું, “ભાઈ, એક દિવસે બધા જ ખાઈ લેવાનો આગ્રહ ન રાખીશ, તથા બહુ જોરથી ફટકા ખાઈ અધમૂઓ ન થઈ જઈશ. નહિ તો બધા ફટકા પૂરા કરતાં પહેલાં તું કયાંક માર્યા જઈશ, તો લેડી ડુલિસિનિયાની મુક્તિ અવધવચ જ લટકતી રહેશે. ’’
સાન્કોએ સાત કે આઠ ટકા પોતાની ખુલ્લી પીઠ ઉપર લગાવ્યા તેટલામાં તો તેને તમ્મર આવી જાય તેવું થઈ ગયું. તેણે દયામણે અવાજે ડૉન કિવકસોટને બૂમ પાડીને કહ્યું, “માલિક મને આપણા સોદામાંથી મુક્ત થયેલો જાહેર કરો; મારાથી આ ફટકા ખવાશે નહિ.
,,
"C
તરત જ ડૉન કિવકસોટે દૂર રહ્યાં રહ્યાં કહ્યું, “હિંમત રાખ ભાઈ; અને તને કહ્યા છે તેથી બમણા પૈસા હું ચૂકવીશ.
""
“તો તો માલિક, હું ત્રણ ગણા જોરથી ફટકા ખાઈશ, ભલે પછી મારો જીવ જાય !” એમ કહી તેણે પાસેના ઝાડના થડ ઉપરથી જોરથી