SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શ્વેત-ચંદ્ર ’ નાઈટ ૨૭૧ પડકાર આપી બેઠા છો; પરંતુ નાઈટની રીતે અપાયેલો આ પડકાર મને માન્ય જ છે, અને તેની બધી શરતો પણ. માત્ર તમારી કીતિ મને વારસામાં મળે એ વસ્તુ હું માન્ય રાખી શકતો નથી; કારણ કે, તમે કેવાં કેવાં કામ કર્યાં છે એ હું જાણતો નથી; અને એ બધાં કામો મારે નામે ચડે એ હું ઇચ્છતો નથી. વળી તમારી પાસે અહીં રહેવાનો વખત થોડો જ છે, તો અબઘડી જ હું તમારી સાથે ભાલા મિલાવવા તૈયાર છું.” તરત જ બંને જણ જગા માપવા તથા છેડા નક્કી કરવાને કામે લાગી ગયા. બાર્સિલોનાનો વાઈસરોય તે વખતે અચાનક ફરતો ફરતો ત્યાં આવી પહોંચ્યો. તે બંનેને આમ દૃ યુદ્ધમાં ઊતરવાની તૈયારી કરતા જોઈ, તે તેમને તેનું કારણ પૂછવા લાગ્ય; કારણ કે, દ્વંદ્વયુદ્ધ લડવાની કાયદેસર મનાઈ હતી. પણ તે ઍન્ટોનિયોનો મિત્ર હતો, અને ડૉન કિવકસટની વાત તેણે સાંભળી હતી. એટલે પેલા શ્વેત-ચંદ્રવાળા નાઈટને તેણે ઍન્ટોનિયોનો જ કોઈ સાગરીત માની લીધો અને આ આખું કાવતરું ઍન્ટોનિયોએ જ મજાક માટે ઊભું કર્યું હશે એમ માની લીધું. કારણ કે, તે .જ વખતે ઍન્ટોનિયો અને બીજા કેટલાક જણ પણ ત્યાં અચાનક આવી પહોંચ્યા હતા. શ્વેત-ચંદ્રવાળા નાઈટૅ જવાબ આપ્યો, “અમારી તકરાર એક લેડીની સર્વશ્રોતા બાબત છે.” વાઈસરોયે ઍન્ટોનિયોને બાજુએ બોલાવી પૂછી જોયું. તો તેણે આ બાબત વિષે કશી જાણ હોવાનો સ્પષ્ટ શબ્દોમાં ઇન્કાર કર્યો. તેમ છતાં વાઈસરોયનૅ લાગ્યું કે, તો આ બીજા કોઈની મશ્કરી જ હશે; એટલે તેણે વચ્ચે પડી તેમને લડતા રોકવાનું મુનાસિબ ન ધાર્યું; અને તેમને તેમનું યુદ્ધ પૂરું કરવાની સંમતિ આપી. બંને નાઈટોએ વાઈસરોયનો તેમની સંમતિ બદલ આભાર માન્યો. પછી બંને જણ નક્કી કર્યા મુજબ સામસામે છેડે જઈ ઊભા રહ્યા અને ભાલા હાથમાં પકડી એકબીજા તરફ જોરથી ઘોડા દોડાવતા ધસી ગયા. શ્વેત-ચંદ્રવાળા નાઈટનો ઘોડો એવો જબરો તથા વેગવંત હતો કે, તેણે ડૉન કિવકસોટની પાસે આવી, ભાલો જાણીબૂજીને ઊંચો કરી લઈ, ડૉન કિવકસોટને અને તેમના ઘોડાને બંનેને અમુક રીતના ધક્કામાત્રથી જ ગબડાવી પાડયા.
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy