________________
૨૭૦
ડૉન કિવકસોટ!
એક એવી વસ્તુ બની, જેથી એ યોજના સાંગોપાંગ પાર પડી
શકી નહિ.
વાત એમ બની કે, એક વખત ડૉન કિવકસોટ સવારના પહોરમાં દરિયાકિનારે ફરવા નીકળ્યા હતા. તેમણે તેમના રિવાજ મુજબ બખ્તર, હથિયાર વગેરે બરાબર સજી રાખેલાં હતાં. તેવામાં સામેથી આખે શરીરે બખ્તરધારી એક નાઈટને તેમણે ઘોડા ઉપર બેસી તેમની સામે આવતો જોયો. તેની ઢાલ ઉપર ચકચકિત ચંદ્રની મુદ્રા હતી. તેણે ડૉન વિકસોટ પાસે આવતાં જ નવાઈ પામ્યો હોય તેમ બૂમ પાડીને કહ્યું, “ઓહો, વિશ્વવિખ્યાત નાઈટ ડૉન કિવકસોટને જ હું મારી નજર સામે જોઉં છું કે શું? હું પોતે ‘શ્વેત-ચંદ્ર’વાળો નામે ઓળખાતો નાઈટ છું; અને મારાં પરાક્રમો તમારે કાને પહોંચ્યાં જ હશે. હું તમને શોધતો શોધતો અહીં આવ્યો છું કારણ કે, મારે તમારી સાથે દ્વંદ્વયુદ્ધમાં ઊતરી તમારે માંએ એમ કબૂલ કરાવવું છે કે, મારી પ્રેમરાજ્ઞી, તમારી ડુલિનિયા ડેલ ટૉબોસો કરતાં શ્રેષ્ઠ છે— વધુ સુંદર છે. હવે જો તમે સીધેસીધા એ વાત કબૂલ કરી લેશો, તો હું તમારો જાન લેવાની કે બક્ષવાની ખટપટમાંથી બચી જઈશ. નહિ તો આપણે દૃયુદ્ધ લડી લેવું જ પડશે. તેમાં પછી આપણા યુદ્ધની શરતો એવી રહેશે કે, – જો હું જીવું, તો તમારે તમારાં હથિયાર છોડી, સીધા ઘેર જવું, અને એક આખું વર્ષ ત્યાં શાંતિથી પડી રહેવું – બહુ તો તમારી જાગીરનું કામકાજ તમે સંભાળી શકો કે તમારા આત્માના ઉદ્ધાર માટે ભજન-ભક્તિ કરી શકો. પરંતુ જો તમે જીતો, તો પછી મારો જાન તમારા હાથમાં આવી પડે, તથા મારો ઘોડો અને હથિયાર એ તમારાં વિજય-ચંદ્રકરૂપ બની રહે, અને મારાં બધાં પરાક્રમોની કીતિ મારા વારસદાર તરીકે તમારી બની રહે. તો હવે વિચાર કરીને કહો કે, તમારે શું કરવું છે. કારણ કે હું આ એક જ દિવસ માટે આ શહેરમાં રહી શકું તેમ છું.”
ડૉન કિવકસોટે આ જીવતાજાગતા નાઈટનો નાઈટની રીતે અપાયેલો પડકાર તરત સ્વીકારી લીધો અને કહ્યું, “તમારી કીતિ હજુ મારે કાને પહોંચવા પામી નથી; તેથી બનવાજોગ છે કે, તમે કોઈ દિવસ લેડી ડુલિનિયાને જોયાં નિહ હોય કે મને પણ મળ્યા નહીં હો, જેથી આવો