SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શ્વેત-ચંદ્ર’ નાઈટ ૨૬૯ કારણ કે, લેડી ડુલસિનિયા જાદુ-ક્ત થવાનો આધાર એ પ્રતિજ્ઞાના પાલન ઉપર છે.' "" મસ્તકે જવાબ આપ્યો, “મૉન્ટેસિનોની ગુફાની વાત સાચી પણ છે અને સ્વપ્ન પણ છે; સાન્કો ફટકા ખાશે પણ ધીમે ધીમે; તથા ડુલસિનિયા છેવટે જાદુમાંથી મુક્ત થશે.” હવે સાન્કોએ આગળ આવી પૂછ્યું, “મને ફરી કયાંક ગવર્નરપદ મળશે ખરું? કે જિંદગીભર હું ભૂખે મરતો અને આથડતો સ્કવાયર જ રહીશ? મારું ઘર હું ફરી જીવતો જીવત કદી જોઈ શકીશ? ’’ 66 મસ્તકે જવાબ આપ્યો, ‘તને તારા ઘરનું ગવર્નરપદ જ મળવાનું છે; તું ઘેર પાછો ફરશે તો ફરી તારા ઘરભેગો થઈ શકશે, અને તું તારી આ નોકરી છોડી દેશે, તો તું સ્કવાયરપણામાંથી પણ છૂટશે. "" સાન્કો નવાઈ પામી બોલી ઊઠયો, “અરે આ જવાબ તો ઘોડાનું માથું પણ આપી શકે. એટલું તો હું પોતે પણ કહી શકું!” 66 ડૉન કિવકસોટે તેને ધમકાવીને કહ્યું, તારા પ્રશ્નો જેવા જ જવાબ તને મળે ને?” ટૂંક્માં અહીં જ કહેતા જઈએ કે, આ જાદુઈ માથું એ ઍન્ટોનિયોની એક રમત જ હતી. એ માથું પોલ્યું હતું અને તેમાંથી જતી નળી ટેબલ નીચે થઈ નીચેના ઓરડાની છતમાં પહોંચતી હતી. તેની નીચેના ઓરડામાં ઍન્ટોનિયોનો સાગરીત એ નળીના છેડા આગળ કાન રાખીને બેસતો, અને માથા આગળ પુછાયેલા સવાલો સાંભળતો અને ઍન્ટોનિયોએ પ્રશ્ન પૂછનારા વિષે જાણી રાખેલી અને તેને કહી રાખેલી માહિતી અનુસાર થોડા ઉડાઉ, થોડા સીધા એવા જવાબો એ નળી આગળ માં રાખીને આપતો! ૨ ઍન્ટોનિયોએ ડૉન · કિવકોટને બનાવવા, નાઈટોની ટુર્નામેન્ટ જેવો એક જાહેર મેળાવડો યોજવાની ગોઠવણ કરી હતી. શહેરના ઘણાખરા સદ્ગૃહસ્થો એ કાવતરામાં ભળ્યા હતા. પણ દરમ્યાન
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy