________________
૨૬૮
ડૉન કિવકસોટ! સૌ આશ્ચર્યચક્તિ થઈ ગયા. પછી ઍન્ટોનિયોએ પૂછ્યું, “આ ઓરડામાં કોણ કોણ છે?”
પેલા મસ્તકે જવાબ આપ્યો, “તું, તારી પત્ની, તેની બે સખીઓ, તારા બે મિત્રો, તથા ડૉન કિવકસોટ દ લા માંશા નામના વિખ્યાત નાઈટ અને તેમનો સ્કવાયર સાન્કો પાન્ઝા.”
આ સાંભળી સૌ નવાઈ પામી ગયાં, પણ કેટલાંકનાં તો રુંવાડાં પણ ઊભાં થઈ ગયાં.
એન્ટોનિયો હવે પૂરો સંતોષ થયો હોય તેમ ત્યાંથી ખસી ગયો. તેણે કહ્યું, “હવે મને સંતોષ થયો કે, મને કોઈ છેતરી ગયું નથી. આ માથું ખરેખર ચમત્કારિક છે.”
પછી બીજા કોઈને ખાતરી કરી લેવી હોય તો ખાતરી કરવા માટે મસ્તકને પ્રશ્ન પૂછવા આગળ આવવા તેણે જણાવ્યું.
ઍન્ટોનિયોની પત્નીની બે સખીઓમાંથી એક જણીએ આગળ આવી હવે મસ્તકને પૂછયું, “મારે ખરેખર સ્વરૂપવાન બનવું હોય તો શું કરવું?” * “પ્રમાણિક બન,” મસ્તકે જવાબ આપ્યો.
હવે તેની બીજી સખી આગળ આવી. તેણે પૂછ્યું, “મારો પતિ મને સાચેસાચ ચાહે છે કે નહિ?”
તેનો વ્યવહાર તપાસતી રહેજે અને તને ખબર પડી જશે.” જવાબ મળ્યો.
તે પણ સંતુષ્ટ થઈને ત્યાંથી ખસી ગઈ.
હવે ઍન્ટોનિયોના મિત્રે પોતાનું નામ પૂછયું. તેનો સાચો જવાબ મળ્યો.પછી ઍન્ટોનિયોની પત્નીએ પૂછ્યું, “મને મારા પતિનો સહવાસ લાંબો વખત મળશે?”
પેલા મસ્તકે “હા” કહી અને ઉમેર્યું, “તેના જેવો નીરોગી અને ખાન-પાનમાં મિતાહારી માણસ લાંબુ જીવે જ.”
પછી ડૉન કિવસોટ આગળ આવ્યા. તેમણે પૂછયું –
“મૉન્ટેસિનોની ગુફામાં મેં જે કાંઈ જોયું હતું તે સત્ય હતું કે સ્વપ્ન? તથા સાન્કો પોતાની ફટકા ખાવાની પ્રતિજ્ઞા પૂરી કરશે કે નહિ?