SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ બે અદ્ભુત પરાક્રમો! હાથમાં ભાલો મજબૂત રીતે પકડી, રૉઝિનેન્ટીને એડી મારીને, પાસે આવેલા એક ધૂળ-ગોટામાં ઝંપલાવ્યું. સાન્કોએ પણ તરત પાછળ પાછળ બૂમો પાડવા માંડી, “પાછા આવો, માલિક પાછા આવો! આ તો ઘેટાં-ગાડરનું ટોળું માત્ર છે, લશ્કર-બશ્કર કાંઈ નથી!” પણ ડૉન કિવક્સોટ તો કશું સાંભળ્યા વિના કે જોવાનો પ્રયત્ન કર્યા વિના, ઝનૂનમાં આવી જઈ, સીધા એ ગાડરના ટોળામાં ધસી ગયા, અને ચારે તરફ તેમણે ઘેટાંનો આડેધડ દારણ સંહાર આરંભ્યો. રોઝિનેન્ટી પણ હડકવા આવ્યો હોય તેમ એ ટોળામાં ઊછળી ઊછળીને એવા કૂદકારા મારવા લાગ્યો કે, ડૉન કિવસોટ તેના લશ્કરી ગુણોથી ખુશખુશ થઈ ગયા. ભરવાડોએ હવે પોતાનાં ઘેટાંની આ કારમી કતલ જોઈ, પોતાની ગોફણો હાથમાં લીધી અને વીંઝી વીંઝીને પથરા ઝીંકવા માંડયા. એક પથરો કમનસીબે ડૉન વિક્સોટની નાની પાંસળી ઉપર એટલા જોરથી વાગ્યો કે તેના કડાકો બોલી ગયા. તેમને તો એમ જ લાગ્યું કે પોતાના શરીરના વચ્ચેથી જ બે ટુકડા થઈ ગયા છે. તરત તેમને પોતાનું જાદુઈ ઔષધ યાદ આવ્યું અને તેમણે કમરે બાંધેલી ભંભલી ઊંચી કરી અને મોંએ માંડી. પરંતુ તે જ ઘડીએ બીજો એક પથરો સીધો આવી તેમની ભંભલી, હાથ અને દાંત ઉપર એવા જોરથી વાગ્યો કે, કજો ફૂટી ગયો, હાથ ખાંડો થઈ ગયો અને ત્રણ કે ચાર દાંત જુદા થઈ ગયા. આ બે ઘા એવા જોરદાર હતા કે, ડૉન કિવકસોટ તરત ઘોડા ઉપરથી મડદાની પેઠે જમીન ઉપર ચત્તાપાટ ગબડી પડયા. પેલા ભરવાડોને લાગ્યું કે, તે માણસ મરી જ ગયો છે, એટલે તેઓ તરત પોતાનાં મરી ગયેલાં ઘેટાં ઉપાડી, જલદી જલદી પોતાનાં બાકીનાં ગાડર સાથે પાછું જોયા વિના ત્યાંથી ભાગ્યા. સાન્કા ટેકરા ઉપર ઊભો ઊભો પોતાના માલિકનું ગાંડપણ જોઈ કપાળ કૂટતો હતો. પણ ડૉન કિવકસોટને હવે જમીન ઉપર તૂટી પડેલા જોઈ, અને ભરવાડોને ભાગી જતા જોઈ, તે ધીમે ધીમે પાસે આવ્યો.
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy