________________
બે અદ્ભુત પરાક્રમો !
૭૫
ડૉન કિવકસોટ પણ બધી બાબતનો વિચાર કરી, તેની પાછળ પાછળ જ ઊપડયા. થોડી વારમાં તે બંને જણા બે પર્વત વચ્ચેની એક ખીણમાં આવી પહોંચ્યા. ત્યાં એક જગાએ સરખી જમીન જાણી, ગધેડા ઉપરથી નીચે ઊતરી, સાન્કોએ પોતાનો જમાો છોડયો, અને તેમાંથી પોતે પડાવી લીધેલી સારી સારી ખાવાની વાનીઓ કાઢી. બંને જણ હવે નિરાંતે બેસી, વાતો કરતા કરતા પોતાના પેટની આગ ઠારવા લાગ્યા.
પણ સત્યાનાશ! પેટની આગ માત્ર ખાધાથી શી રીતે ઠરે? સાથે પીવાનું કંઈક જોઈએ ને ! પણ સાન્કોએ ઉતાવળમાં પાદરીઓના સામાનમાંથી એવું કશું શોધવાની કે લઈ લેવાની પંચાત કરી નહોતી. હવે બંને જણ તરસથી અકળાવા લાગ્યા. પણ સાન્કોએ આસપાસના ઘાસ ઉપર હાથ ફેરવીને કહ્યું, “માલિક, આટલામાં પાસે જ કયાંક પાણી હોવું જોઈએ; નહિ તો આવું ઘાસ અહીં ઊગે નહિ.
,,
તરત જ બંને પોતપોતાના વાહનને લગામથી દોરતા, અંધારામાં ધીરે ધીરે આગળ ચાલ્યા. બસોએક ડગલાં તેઓ આગળ ચાલ્યા, એવામાં તેમને ઊંચેથી પાણી પડતું હોય એવો ખળખળ અવાજ સંભળાયો.
તેઓ રાજી થઈ તે અવાજ કઈ બાજુએથી આવે છે તે નક્કી કરવા લક્ષ દઈને સાંભળવા લાગ્યા. તેવામાં તેમને વચ્ચે વચ્ચે નિયમિત આવતો મોટો ધડાધડ અવાજ તથા સાંકળો અને લોખંડ અફળાવાનો રણકાર પણ સંભળાયો. એ ધડાધડ અવાજ એવો જોરદાર હતો કે, કોઇની પણ છાતી બેસી જાય. અજાણી જગા, ઘોર અંધકાર, નિર્જન સ્થાન, ઝાડનાં પાંદડાંનો જોરથી આવતો રવરવાટ, અને વચ્ચે વચ્ચે આ ધડાધડ ઠોક!
સવાર થવાને હજુ વાર હતી; અને આવી ભય ભરેલી જગામાં પડી રહેવું એ પણ જોખમકારક. પરંતુ ડૉન કિવકસોટ જેનું નામ, તે કશાથી ડરીને થોભે શાના? તેમણે તરત એ અજ્ઞાત જોખમમાં ધસી જવાનો મનસૂબો કર્યો, તથા સાન્કોને બીક લાગતી હોય તો પાછળ જ રહેવા જણાવ્યું. સાથે સાથે તેમણે ધીમે રહીને ઉમેર્યું: “જો હું ત્રણ દિવસ સુધીમાં આ જગાએ પાછો ન આવ્યું, તો તારે જાણવું કે હું કોઈ ભયંકર કાવતરાનો ભોગ થઈ ચૂકયો છું; તો પછી તારે સીધા લેડી ડુલિનિયાને