SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-તપશ્ચર્યા મારા પિતાની પરવાનગી લઈ આવવાનું કહ્યું. હું મારા પિતા પાસે પરવાનગી માગવા ગયો, તે જ ઘડીએ અમારા પ્રાંતના સૌથી મોટા જાગીરદાર ડયૂક રિકાર્ડો તરફથી આવેલો પત્ર તે વાંચતા હતા. મને જોતાં જ તેમણે એ પત્ર મારા હાથમાં મૂકી દીધો. તે પત્રમાં ડયૂકે તેમના મોટા પુત્રના સખા તરીકે નોકરી બજાવવા મને તાબડતોબ મોકલી દેવાનું મારા પિતાને જણાવ્યું હતું. એ નોકરી અમારે માટે જેવી માનપ્રદ ગણાય, તેવી જ મારે પોતાને માટે લાભપ્રદ પણ ગણાય. એટલે બે દિવસમાં જ મારે ત્યાં જવા નીકળવું પડ્યું. જતા પહેલાં હું લ્યુસિન્ડાના પિતાને મળવા ગયો અને લ્યુસિન્ડાને તત્કાળ કોઈને ન પરણાવી દેવાનું તેમને સમજાવી આવ્યો. ભૂકને ત્યાં મારો સારો સત્કાર થયો. ત્યાંનું કામકાજ મને બરાબર ગોઠી ગયું. ડયૂકનો બીજો દીકરો ડૉન ફર્ડિનાન્ડ પણ મારો ખાસ મિત્ર બની ગયો. તે પોતાના પિતાની જાગીર ઉપરના એક તવંગર ખેડૂતની દીકરીના પ્રેમમાં હતો. પરંતુ તે દીકરી લગ્ન થયા પહેલાં પોતાનો સ્પર્શ પણ તેને કરવા દેતી નહોતી; અને ફર્ડિનાન્ડ તેથી તેની સાથે લગ્ન કરવા ઉતાવળો થઈ ગયો હતો. મેં ફર્ડિનાન્ડને એ પગલું ન ભરવા સમજાવ્યો; કારણ કે તેના પિતા એવું અસમાન લગ્ન કરવાની સંમતિ કદી ન આપે, એ હું જાણતો હતો. પણ ફર્ડિનાન્ડે પછી મને અજાણમાં રાખી, પેલી છોકરીને લગ્નનું ખોટું ખોટું વચન આપી ભ્રષ્ટ કરી. પણ પછી એક વખત તેની વાસના તૃપ્ત થતાં, તે છોકરી ઉપરથી તેનું મન ઊતરી ગયું. અને જલદી લગ્ન કરવાની પેલા ખેડૂતની છોકરીની આજીજીને તે અવગણતો ગયો. પછી તો ઘોડા ખરીદવાને બહાને મારી સાથે તે મારા વતન તરફ ચાલી નીકળ્યો. ત્યાં મેં મિત્રતાને નાતે મારી પ્રેમિકા લ્યુસિન્ડા તેને બતાવી. મને ખબર ન રહી કે, તે તો તેને જોઈને, તથા તેણે મારા ઉપર લખેલા પ્રેમપત્રોમાં તેની જણાઈ આવતી બુદ્ધિછટા જોઈને, તેના તરફ આકર્ષાતો જતો હતો. લ્યુસિન્ડાને નાઈટ લોકોની પ્રેમ-શૌર્યભરી વાર્તાઓ વાંચવાનો બહુ શોખ હતો. એક વખત તેણે મારી પાસે એમેદિસ દગોલની વાર્તા વાંચવા માગી...” ડૉ–9
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy