SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ બંદીવાનોની મુકિત ઘણો પ્રયત્ન કર્યો, પણ સખત વાગવાથી છેવટે બંને જણ તમ્મર ચડતાં જમીન ઉપર ઢળી પડયા. પેલાઓ હવે જલદી જલદી પર્વતો તરફ નાઠા; પણ પેલો કાણિયો વધુ જલદી ભગાય તે માટે સાન્કોના ગધેડા ઉપર સવાર થઈને નાઠો. ગધેડા ઉપરનો બધો સામાન અસ્તવ્યસ્ત થઈ ગયો હતો, તે તેણે જમીન ઉપર ફગાવી દીધો. વેશપલટા માટે કેવળ ડૉન કિવકસોટનો જબ્બો તે ઉતારતો ગયો! સાન્કોને જરા કળ વળી, એટલે પોતાના ગધેડાને લઈને દૂર નાસી જતા પેલા બદમાશને જોઈને તે કરુણ વિલાપ કરવા લાગ્યો. પોતાની તથા પોતાના કુટુંબની કેટલીય સેવાઓ બજાવી ગયેલા એ ગધેડા ઉપર તેને બહુ મમતા હતી. પોતે ગવર્નર થવાની લાલચમાં હાથમાં ગધેડું પણ ખોયું-એનો એને સખત રંજ થવા લાગ્યો. અને સ્પષ્ટ શબ્દોમાં તે જાહેર પણ કરવા લાગ્યો. ડૉન કિવકસોટે જ્યારે પોતાની જાગીર ઉપરનાં પાંચ ગધેડાંમાંથી ત્રણ સારાં ગધેડાં તેને આપવાનું કબૂલ કર્યું, ત્યારે જ તે શાંત થયો. પણ હવે તો પેલા અફસરો કુમક લઈ આવી પોતાને પકડી ન લે તે માટે સાન્કોએ ડૉન કિવોટને પણ પર્વતો તરફ જલદી ભાગી કયાંક છુપાઈ જવાની સલાહ આપી.
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy