________________
ડૉન કિવક્સોટ! ભાલાથી ઘાયલ થઈ જમીન ઉપર ઢળી પડયો. તેના સાથીઓ રાજાજીની આણ સામેના આ હિંમતભર્યા હુમલાથી ચોંકી ઊઠયા અને તરત તરવારો સાથે ડૉન કિવક્સોટ ઉપર તૂટી પડયા. પરંતુ એ દરમ્યાન લાગ જોઈ પેલા કેદીઓ સાંકળ તોડી છૂટા થવા લાગ્યા. એટલે સંરક્ષકો ડૉન વિકસોટને છોડી પેલા કેદીઓ તરફ વળ્યા. પણ તે જ વખતે ડૉન કિવક્સોટે તેમના ઉપર એવો જબરો ધસારો કર્યો કે, તેઓને તેમના તરફ વળવું પડયું. આમ બે બાજુની પંચાતો સંભાળવા જવામાં એક વાત તેઓ પૂરી સંભાળી શક્યા નહિ. સાન્કોએ પણ અલ વાપરીને પેલા ભારે બેડીઓવાળા હિમતવાન કેદીને છૂટવામાં પહેલી મદદ કરી; એટલે તે છૂટો થઈ, પેલા ઢળી પડેલા અફસરની બંદૂક અને તરવાર આંચકી લઈ, તરત ડૉન કિવસોટની મદદે દોડી આવ્યો. દરમ્યાન બીજા છૂટા થયેલા કેદીઓએ પણ સંરક્ષકો ઉપર પથ્થરોનો જોરદાર મારો ચલાવ્યો. આમ ચોતરફથી સપડાઈ જતાં એ બિચારા જીવ લઈને નાઠા!
ડૉન વિક્સોટે હવે એ બધા છૂટા થયેલા કેદીઓને તેમની મુક્તિના બદલામાં લેડી ડુલસિનિયા પાસે પહોંચી જઈ તેમના ચરણમાં આખો અહેવાલ નિવેદિત કરવાનો હુકમ કર્યો. પેલા ભારે બેડીવાળાએ ડૉન કિવક્સોટને કહ્યું કે, “અમારી પાછળ હજુ સરકારી અફ્સરો ખોળખોળા ચલાવવાના તથા વધુ કુમક લાવી અમને ફરીથી પકડવા માટે પ્રયત્ન કરવાના. એટલે અમારે તો હમણાં પહાડ-પર્વતમાં છુપાઈ જવા દોડી જવાનું છે.”
પણ ડૉન કિવક્સોટને ગળે એ વાત ઊતરી નહિ; તેમણે તો કૃતજનતા અને બેવફાઈ દાખવવા બદલ એ સૌનો ફિટકાર કરીને, પછી સૌ વતી એ કાણિયાને એકલાને માથા ઉપર ધૂળ નાખી, તથા ગળે બધી બેડીઓ વીંટીને નમ્રપણે લેડી ડુલસિનિયાનાં ચરણોમાં જઈ ઢળી પડવા આજ્ઞા કરી. પેલો આ બધી ગાંડા જેવી વાતો સાંભળી નવાઈ પામ્યા; વસ્તુસ્થિતિ સમજી જઈ તેણે તરત બીજા કેદીઓને આંખ વડે સંકેત કરતાં જ તેઓએ આ બે જણ ઉપર જોરથી પથ્થરમારો શરૂ કર્યો. બંને જણાએ ઢાલની કે પોતાનાં જાનવરોની આડમાં છુપાઈ જવા