SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ડૉન કિવકસોટ! સ્વીકારો છો, તથા તે હારે કે જીતે તેના ઉપર તમારી ફરિયાદની સચ્ચાઈ કે ખોટાઈ પુરવાર થવા દેવા રાજી છો?” બંનેએ ખુશીથી હા પાડી. ડયૂક, ડચેસ વગેરે હવે મંચ ઉપર આવીને બિરાજ્યાં અને રણમેદાનની આસપાસ પ્રેક્ષકોનો મોટો સમુદાય વીંટળાઈને ઊભો રહ્યો. - સૌ પ્રેક્ષકોની અને પરીક્ષકોની જાણ માટે, પછી મોટેથી, યુદ્ધની શરતો નીચે પ્રમાણે જાહેર કરવામાં આવી: જો ડૉન કિવકસોટ જીતે, તો તેમના પ્રતિસ્પર્ધીએ ડૉના રૉડીગીઝની દીકરી સાથે લગ્ન કરવું અને જો ડૉન કિવકસોટ દ લા માંશા હારે, તો પેલો પ્રતિસ્પર્ધી ડૉના રૉડ્રીગીઝની પુત્રી સાથે લગ્ન કરવાની શરતમાંથી મુક્ત થાય; તેમ જ નુકસાની બદલ બીજું કાંઈ પણ વળતર પેલી ન માગી શકે. માર્શલે હવે બંને પ્રતિસ્પર્ધીઓને સામસામે છેડે તેમના નિયત સ્થળે ઊભા રાખ્યા. રણશિંગાં ફૂંકાવા લાગ્યાં અને ઢોલ ગડગડવા લાગ્યાં. ડૉન કિસોટે પરમાત્માને તથા લેડી ડુલસિનિયાને યાદ કરી લીધાં અને આગળ ધસવાની નિશાની થાય તેની રાહ જોતા તે ઊભા રહ્યા. પણ સામે પક્ષે કંઈક જુદો જ ઘાટ થયો હતો. પેલા હરિયા ટૉસિલૉસે રૉડીગીઝ બાનુની દીકરીને જિંદગીમાં પહેલી વાર જોઈ હતી, અને તે પોતે તેના રૂપથી એટલો મોહિત થઈ ગયો હતો કે, તેને કેમ કરીને મેળવવી એના જ વિચારમાં તે પડી ગયો. હવે જો તે આ તંદ્રયુદ્ધમાં ડૉન કિવકસોટને હરાવે, તો તો દ્રઢયુદ્ધની શરત પ્રમાણે તે એ સુંદરીને પરણવાની શરતમાંથી આપોઆપ મુક્ત થઈ જાય. અને જો ડૉન કિવકસોટને હાથે પોતે જાણી જોઈને હારવાની પેરવી કરે, તો એ ધસારા વખતે કંઈક કથોલું વાગી બેસે તો જાનથી જ પોતાને હાથ ધોવા પડે! ડૉન કિવકસોટ તો એ બંને સ્ત્રીઓની ઈજજતના રક્ષણહાર તરીકે બહાર પડતા હોઈ, પ્રતિસ્પર્ધીને ગબડાવી નાંખવાની બનતી બધી કોશિશ કરવાના જ! એટલે ધસારો શરૂ કરવાની નિશાની થઈ, અને ડૉન કિવકસોટે રોઝિનેન્ટીને જોરથી દોડાવવા એડી લગાવી, તેની સાથે ટૉસિલૉસે આગળ ધસવાને બદલે બૂમ પાડી માર્શલને પોતાની પાસે બોલાવ્યા.
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy