________________
૧૬
તંદ્વયુદ્ધમાં વિજય ! તંદ્વયુદ્ધનો ભયંકર દિવસ આવી લાગ્યો. રણમેદાન ઉપર ઊંચો મંચ પરીક્ષકોને બેસવા માટે ઊભો કરવામાં આવ્યો. ફરિયાદણો રૉડ્રીગીઝ અને તેની દીકરી પણ તેના ઉપર જ બેઠાં.
આજબાજનાં શહેરો અને ગામોમાંથી હજારો લોકો આ ઢંદ્વયુદ્ધ જોવા એકઠા થયા હતા. ઘણાઓએ તો તંદ્વયુદ્ધ એ શબ્દ જ સાંભળ્યો નહોતો.
માર્શલ પ્રથમ આવીને રણમેદાનની સ્થિતિ બારીકાઈથી તપાસી ગયો: કયાંય ઘોડો ઠોકર ખાય તેવો ખાડો કે પોચી જમીન તો નથી!
- ત્યાર પછી ડૉન કિવકસોટ દ લા માંશા રણાંગણમાં દાખલ થયા. ત્યાર બાદ તેમના પ્રતિસ્પર્ધી તરીકે ઊભો કરવામાં આવેલો પેલો હજૂરિયો ટૉસિલૉસ પણ આવ્યો.
બંને જણ બખ્તર અને લોખંડી ટોપથી બરાબર ઢંકાયેલા હતા એટલે કોઈનું માં દેખી શકાતું ન હતું. ટૉસિલૉસનો ઘોડો ધરતી ધમધમાવતો હોય તેમ ચાલતો હતો અને તેનું બખ્તર ઝળાંહળાં થતું હતું. ડમૂકે તેને બરાબર શીખવી રાખ્યું હતું કે, ગમે તેમ કરીને ડૉન કિવકસોટનો જીવ બચાવી લેવો; અને તેથી પહેલા હલ્લા વખતે જ તેમને ગબડાવી પાડવાની દાનત ન રાખવી.
હવે ટૉસિલૉસ પેલી ફરિયાદણ સ્ત્રીઓ તરફ ગયો અને પોતાની સાથે લગ્ન કરવા ઇચ્છતી છોકરીને તેણે જોઈ લીધી. પછી માર્શલે એ મા-દીકરી પાસે આવી તેમને પૂછયું, “તમારી ફરિયાદની સચ્ચાઈ પુરવાર કરવા તમે ડૉન કિવકસોટ દ લા માંશાને ઢંદ્વયુદ્ધમાં ઉતારવાનું ખુશીથી
૨૪૯