________________
ડૉન કિવકસોટનું પ્રેમ-શૌર્ય
૧૨૯ નથી. આ ભુવાજી પણ જો જાણતા હતા કે, એ બંદીવાનોને મુક્તિ આપનાર તમે હતા, તો નાઈટોના નિયમો અને ધર્મો કેવા ઉચ્ચ તથા અર્લોકિક હોય છે તે એ બરાબર જાણતા હોવાથી કદી એમ ન બોલ્યા હોત કે, એ બંદીવાનોને મુક્તિ આપનારે ખોટું કામ કર્યું છે. ઉપરાંત દશ બાર જણાને તમે મુક્તિ આપી, તેમાંથી આ બે ચાર જણ જ એમના જના ધંધાને વળગી રહ્યા હશે, પણ બાકીના સાત આઠ જણ તો જરૂર તમારો તથા પરમાત્માનો આભાર માનતા સારા માર્ગે જ વળ્યા હશે, અને કદાચ એ લોકો જ આ ભાનભૂલેલા થોડાકને સમજાવીને કે દબાવીને ઠેકાણે લાવી દેશે.”
ડૉન કિવક્સોટને આ કથન એટલું બધું સારું લાગ્યું કે, તેમણે તરત ડૉરોધિયાને કહ્યું, “તમારાં આ સુવચનોથી મારી ક્રોધની આગ છેક જ બુઝાઈ ગઈ છે; અને હવે હું તમને આપેલા વચન અનુસાર તમારું કામ પૂરું કર્યા વિના, બીજું કોઈ યુદ્ધ વહોરી નહિ લઉં. પણ હવે તમે કૃપા કરીને તમારા ઉપર ગુજરેલા ત્રાસની આખી વાત મને વિગતવાર સંભળાવો, જેથી એ કાર્ય પૂરું કરવા કેવા અને કેટલા નિશ્ચયબળની તથા ઉતાવળની જરૂર છે, તે હું વધુ સહેલાઈથી નક્કી કરી શકું.”
' ડૉરોધિયાએ કહ્યું, “મારા દુ:ખની કહાણી એવી તુરછ છે કે, તે સાંભળવામાં કંટાળો જ આવે. પરંતુ તમે કૃપા કરીને જ્યારે પૂરી વિગતે તે જાણવા માગી જ છે, ત્યારે મારે એ કહી દેવામાં વાર કરવી ન જોઈએ. મારા પિતા રાજા હોવા ઉપરાંત ‘તિનાદિયો’ ઋષિ તરીકે પણ મશહૂર હતા; કારણકે, તેમને જાદુ-વિદ્યા તથા બીજાં વિજ્ઞાનોની અદભુત જાણકારી હતી. તેમને તેમની વિદ્યાને પ્રતાપે અગાઉથી જ એવી ખબર પડી ગઈ હતી કે, મારી માતા–રાણી ઝારામિલ્લા, તેમની પહેલાં ગુજરી જવાની છે, તથા તે પોતે પણ તેના પછી જલદી તેની પાછળ ચાલ્યા જવાના છે, અને હું એક મા-બાપ વિનાની અનાથ છોકરી બની જવાની છું. પણ તેમને બીજી એક વાતની ચિંતા વધુ સતાવતી હતી; તે એ હતી કે, તેમને તેમની અગમ-વિદ્યાથી ખબર પડી ગઈ હતી કે, પાસેના ટાપુ ઉપર રાજ્ય કરતો પાંડાફિલાન્ડો નામનો રાક્ષસ એક દિવસ અમારા રાજ્ય ઉપર ચડાઈ કરી મને રાજ્યની બહાર હાંકી કાઢવાનો છે. તેનો વિચાર મારી સાથે લગ્ન કરવાનો હશે અને હું ના પાડવાની છું, એમ ડૉ.-૯