________________
૧૨૮
ડૉન કિવકસોટ! અમને જે લોકો મળ્યા તે સૌએ અમને કહ્યું કે, અમને લૂંટી લેનારા ખરી રીતે તો સજા પામીને રાજાના જહાજ ઉપર લઈ જવાતા ગુનેગારો હતા. પરંતુ એક ગાંડા જેવા માણસે આવી એકલા હાથે રાજાના અફસરોને મારી ભગાડીને આ બદમાશોને છૂટા કરી દીધા, અને આ રીતે આજુબાજુના સૌ લોકો માટે તેમ જ પોતાને માટે પણ ભારે આફત ઊભી કરી છે. કારણ કે, પેલા ગાંડાએ રાજા સામે બંડ કરીને તથા ન્યાયના કામમાં ડખલગીરી ઊભી કરીને આ લોક તેમ જ પરલોકમાં ભારે સજા વહોરી લીધી છે.”
સાન્કોએ પાદરી-બુવાને આ બંદીવાનોની મુક્તિના બધા સમાચાર કહી દીધા હતા, એટલે ભુવાજીએ બધું વર્ણન બરાબર ગોઠવી લીધું હતું. ડૉન કિવક્સોટ આ બધું સાંભળી બહુ મૂંઝાયા તથા તેમનાથી કબૂલ કરી શકાયું નહિ કે, આ દુષ્કર્મ તેમણે પોતે કર્યું હતું. પરંતુ સાન્કોથી હવે રહેવાયું નહિ; તે બોલી ઊઠ્યો: “બુવાજી, મેં મારા માલિકને આ, ગુનેગારોની વાત બરાબર સમજાવી હતી, પરંતુ તેમણે માન્યું નહિ, અને એ બધાને પણ છોડાવવાનો તેમનો ધર્મ છે એમ કરીને તેમણે તે બધાને છોડાવ્યા અને આ રીતે પોતાને અને સૌને માટે આફત ઊભી કરી છે. અરે એક બદમાશ તો મારું ગધેડે સુધ્ધાં લઈને નાસી ગયો !”
ડૉન કિવક્સોટ એકદમ ગુસ્સે થઈ ગયા; તે બોલી ઊઠ્યા કે, “હું રસ્તે થઈને જતો હોઉં ને બંદીવાનો નિસાસા નાખતા જતા હોય, તો મારે શું ડરી જઈને કશું કર્યા વિના હાથ જોડીને બેસી રહેવું? એવું કહેનારો, નાઈટ લોકોના પ્રેમ-શૌર્યના ધર્મ વિશે કશું જ જાણતો નથી. નાઈટ લોકો પોતાની પ્રેમ-રાજ્ઞી અને ઈશ્વર એ બે પ્રત્યેની જ વફાદારી
સ્વીકારે છે; બીજા કોઈ રાજા-બાજાની નહિ. અને એથી જુદું કહેનાર કોઈ હોય, તો હું તલવારથી તેની સાથે એ બાબતનો ફેંસલો કરી લેવા તૈયાર છું.”
ડૉરોધિયા સમજી ગઈ કે, આ બધું કાચું કપાયું છે અને નકામા ડૉન કિવકસોટને ચીડવવામાં આવ્યા છે. એટલે તે તરત બોલી ઊઠી, “મહાશય, આપે મને આપેલું વચન યાદ રાખવાનું છે, અને મારું કામ ન પતે ત્યાં સુધી બીજી કોઈ બાબત અંગે કોઈ સાથે યુદ્ધમાં ઊતરવાનું