________________
ડૉાન કિવકસોટનું પ્રેમ-શૌર્ય
૧૨૭
કાર્ફેજીના બંદરે જવાનો સીધા રસ્તો છે, અને ત્યાંથી જ તમને તમારા દેશ માટે ઊપડતું જહાજ મળશે. સારો અનુકૂળ પવન હશે, તો તમે નવ વર્ષ પૂરાં થતાં થતાંમાં તો મિયોના સરોવરે પહોંચી જશો. ત્યાંથી તો પછી તમારો રાજ્યમાં જવાને માટે સોએક દિવસનો જ રસ્તો બાકી રહેશે.”
ડૉરોધિયાએ તરત જવાબ આપ્યો, “મહાશય, તમારી ભૂલ થતી લાગે છે; કારણકે હું મારા રાજ્યમાંથી સ્પેન આવવા નોકળી, ત્યારે આખે રસ્તે ખરાબ હવામાન રહેવા છતાં મને અહીં આવતાં બે વર્ષ થયાં હતાં. સ્પેનમાં આવ્યા પછી, જ્યાં ત્યાંથી વિખ્યાત નાઈટ ડૉન કિવકસોટ દ લા-માંશાની કીર્તિ મને સાંભળવા મળી અને તરત જ હું મારા દુ:ખના ઉદ્ધાર માટે તેમના બળવાન બાહુની ઓથ લેવા તેમની શોધમાં નીકળી પડી. પરમાત્માની કૃપાથી બહુ થોડા જ વખતમાં મને તે જડી ગયા, અને તેમણે કૃપા કરીને મારું માગેલું વરદાન બક્ષો, મને જીવનભરનો આભારી કરી મૂકી છે.”
ડૉન કિવકસોટે હવે વચ્ચે પડીને જણાવ્યું, “બાનુ, કૃપા કરીને મારાં બહુ વખાણ ન કરશો. હું માત્ર એટલું જ કહેવા માગું છું કે, મારા બાહુમાં તમે વખાણો છો તેવું જોર હશે કે નહિ, તો પણ હું મારું લોહીનું છેલ્લું ટીપું તમારી સેવામાં જ રેડીશ, એટલું નક્કી જાણજો. પણ એ બધું યોગ્ય વખતે જણાઈ આવશે. પછી તેમણે પાદરી-બુવા તરફ ફરીને પૂછ્યું, “તમે બુઆજી, આ વેરાન પ્રદેશમાં આટલાં થોડાં કપડાં સાથે, કોઈ નોકર વિના શી રીતે આવી ચડયા, તે જણાવશો, તો આભાર થશે.”
,,
પાદરી-બુવાએ તરત જવાબ આપી દીધું, “હું અને આપણો હજામ મિત્ર નિકોલસ, સેવિલ ગયા હતા; કારણકે વરસોથી ઈંડિઝમાં વસેલા અને સ્થિર થયેલા મારા એક સગાએ મારા માટે પૈસા મોકલ્યા હતા. આ રકમ પણ ખાસી મોટી હતી. પરંતુ અહીંથી થોડે દૂર ચાર, ડાકુઓ અમને મળ્યા, તેમણે અમારા પૈસા તો શું, અમારી દાઢીઓ સુધ્ધાં આંચકી લીધી. આ ભાઈ (કાર્ડિનિયોને બતાવીને) પણ એ જ રીત ડાકુઓના શિકાર બન્યા છે. તેમનાં તો બધાં જ કપડાં ડાકુઓએ ઉતારી લીધાં છે, એટલે તેમણે માત્ર આ ઝભ્ભો ઓઢી લીધો છે.