SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ત-ચંદ્ર' નાઈટ - ૨૭૩ જેવા માલિક આવા યુદ્ધમાં કોઈ એકલાને હાથે હારી જાય, એવી વાત બની શી રીતે? વળી તેના માલિકે એક આખું વરસ ઘેર રહેવાની અને હથિયાર ત્યાગવાની શરત કબૂલ રાખી હતી, એ જ્યારે તેણે જાણ્યું, ત્યારે તો તેને પોતાનાં પણ સૌ સ્વપ્ન પૂરાં થયેલાં લાગ્યાં. વાઈસરોયે એક ખાસ ખુરશી તાબડતોબ શહેરમાંથી મંગાવી. તે આવી એટલે તેમાં ડૉન કિવકસોટને બેસાડી, શહેરમાં લઈ જવામાં આવ્યા. આ બાજુ ઍન્ટોનિયો, પેલો “ત-ચંદ્ર” નાઈટ જે વીશીમાં ઊતર્યો હતો, ત્યાં તેની પાછળ પાછળ ગયો. આખે રસ્તે છોકરાઓ નાઈટના વિચિત્ર બખ્તર અને પોશાકને કારણે તેનો હુરિયો બોલાવતા હતા તથા કાંકરાચાળી કરતા હતા. એન્ટોનિયોએ છોકરાઓને આખે રસ્તે બને તેટલા હાંક હાંક કર્યા. પેલો નાઈટ ઍન્ટોનિયોને પોતાની પાછળ આવતો જોઈ ગયો હતો. વીશીમાં જઈ એન્ટોનિયોએ જ્યારે તેની સાચી ઓળખ માગી, ત્યારે પેલાએ પ્રથમ તો કશું કહેવા ના પાડી. પણ પછી ઍન્ટોનિયો નહિ જ ખસે એમ જાણ્યું તથા ડૉન કિવકસોટ તેને ઘેર જ ઊતરેલા છે એમ જાણ્યું, ત્યારે તેને વિશ્વાસમાં લઈ, તેણે આ પ્રમાણે આખી વાત સ્પષ્ટ કહી દીધી: હું તો કેરેસ્કો નામનો શાસ્ત્ર-પંડિત છે, તથા ડૉન કિવકસોટના ગામનો છું. ડૉન કિવકસોટની વિચિત્ર ધૂનમાંથી તેમને છોડાવવા તેમના કુટુંબનાં તથા ગામનાં ઘણાં ઇચ્છતાં હતાં, પણ કોઈની કશી યુક્તિ કામ આવતી ન હતી. પછી મેં ડૉન કિવકસોટને દ્રુ દ્ધમાં હરાવી, તેની શરત તરીકે બે વરસ ગામ પાછા ફરવાનું તેમની પાસે કબૂલ કરાવવાનો બેત રચ્યો. અને તે પ્રમાણે ત્રણેક મહિના ઉપર અરીસાવાળા નાઈટ તરીકે મેં તેમને તંદ્રયુદ્ધમાં પડકાર્યા હતા. પણ તે વખતે મારા ઘોડાની આડાઈને કારણે હું જમીન ઉપર પછડાયો અને સખત ઘાયલ થઈ ઘેર પાછો આવ્યો. તેથી તો ડૉન કિવકસોટ ઊલટા વધુ જોરમાં આવી પોતાના નિરધારમાં વધુ મક્કમ બન્યા. આમ ધાર્યા કરતાં ઊલટું પરિણામ આવેલું જોઈ, સાજો થતાં હું ડૉ.–૧૮
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy