________________
દીક્ષાવિધિ ડૉન કિવકસોટને પોતાનો દીક્ષા-વિધિ થયો ન હોવાનો ડંખ તેમની કંગાળ વાળુ દરમ્યાન એટલો બધો સતાવી રહ્યો કે, તેમણે પોતાનું એ ટૂંક ભો. જન પણ વધુ ટૂંકું બનાવી દીધું, અને ઊભા થઈ, વીશીના માલિકને પોતાની સાથે ઝટ તબેલા તરફ આવવા વિનંતી કરી.
ત્યાં જઈ, બારણું અંદરથી બંધ કરી, તેમણે વીશીવાળાના પગ આગળ ઘૂંટણિયે પડી, પોતાનો મક્કમ નિરધાર જણાવી દીધો કે, “મને એક વરદાન નહિ આપો, ત્યાં સુધી હું અહીંથી પાછો ઊઠવાનો નથી.”
વીશીવાળાએ આ માણસને આમ નમ્રતાથી કાલાવાલા કરતો પોતાને ચરણે પડેલો જોઈ, તેને ઊભો કરવા ઘણો પ્રયત્ન કરી જોયો; પણ તેણે તેમના કહ્યા પ્રમાણે કરવાનું વચન આપ્યું, ત્યારે જ તે ઊભા થયા.
I ઊભા થતાં જ રાજી થતાં થતાં તેમણે કહ્યું, “નામદાર કૅસેલેનો, આપના ઉદાર અંતરાત્મા તરફથી આવી ઉદારતાની જ મેં અપેક્ષા રાખી હતી. મને હજુ ‘નાઈટ' તરીકેનો દીક્ષાવિધિ થયો નથી, અને તેથી બહુજનહિતાય હું જગતમાં વિચરી શકતો નથી. આપ નામદારના શુભ હસ્તે જો મારો એ દીક્ષાવિધિ થશે, તો આપની કીર્તિ ચોમેર ફેલાશે અને જનકલ્યાણ પણ થશે. માટે આજની રાત હું વિધિ પ્રમાણે મારાં હથિયાર તથા બખ્તરની આપના ગઢના દેવ-મંદિરમાં સ્થાપના કરી, જાગરણ કરીશ; અને પછી આવતી કાલે વહેલી સવારે આપ મને દીક્ષિત કરજો, જેથી દુનિયાને ખૂણે ખૂણે ફરતાં ફરતાં હું દીનદુખિયાંનો ઉદ્ધાર કરું તથા મારા પ્રેમ-શૌર્યથી મારાં હથિયારને અને મારી પ્રેમ-રાજ્ઞીને અક્ષય કીર્તિનાં ભાગી બનાવું.”
અગાઉ કહી આવ્યા તેમ, વીશીવાળો બહુ ચાલાક માણસ હતો. તેને આ માણસના ચક્રમપણા વિશે આશંકા તો હતી જ, તે હવે તેની આ
૧૩