SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ડૉન કિવકસોટ! છે, એટલે તેને રાણીપણુ ફાવશે નહિ; માટે તેને ઉમરાવ-બાનુ બનવાનું મળે એવી જ વ્યવસ્થા કરજો.’ "" ડૉન કિવકસોટે કહ્યું, “મોટું પદ એ તો ભગવાનના હાથની વાત છે; પરંતુ આપણે પણ હલકા વિચારો ધરાવવા જ નહિ; અને વાઇસરોયથી નીચેનું પદ સ્વીકારવા કદી લોભાણું નહીં.” સાન્કો પાન્ઝાએ તેમને ખાતરી આપી કે, તમારા જેવા મહાપુરુષનો સેવક બન્યા પછી, એથી હલકી પદવી સ્વીકારવાના વિચારો આવવા દેવા જેટલો તુચ્છ પોતે કદી નહીં બને.” ૨ બંને જણ હવે નિરાંતે આગળ વધતા હતા. તેવામાં દૂર મેદાનમાં ત્રીસ ચાળીસ પવન-ચક્કીઓ તેમની નજરે પડી. ડૉન વિક્સોટ તે જોઈ આનંદથી બૂમ પાડી ઊઠયા—“વાહ, વાહ, આ તો આપણે ધાર્યા કરતાં ખુશનસીબી આપણને બહુ જલદી સામી આવી મળી કંઈ! જો, પેલા ત્રીસેક હરામજાદા દાનવો ખડા છે તેમનો નાશ કરી, તેમણે એકઠી કરેલી બધી લૂંટ આપણે હાથ કરીશું. એ લોકોની સંઘરેલી મિલકત કબજે કરવી, એ તો આપણા જેવા માટે કાયદેસર કર્તવ્ય ગણાય. ,, 66 કયા દાનવો?” સાન્કો પાન્ઝાએ ચોંકીને પૂછ્યું. "" “અરે પેલા લાંબા લાંબા હાથ કરીને ઊભેલા દેખાય છે, તે બધા. તેઓમાંના કેટલાકને બબ્બે ગાઉ જેટલા લાંબા હાથ હોય છે. તે લોકોનો આપણે નાશ કરીએ, તો ભગવાન પણ આપણા ઉપર પ્રસન્ન થાય. “અરે નામદાર, જરા ધ્યાનપૂર્વક જુઓ—સામે દેખાય છે તે રાક્ષસો નથી, પણ પવન-ચક્કીઓ છે; અને તમે જેમને લાંબા લાંબા હાથ કહો છો, તે તો પવનચક્કીઓનાં પાંખિયાં છે—એમાં હવા ભરાવાથી પવનચક્કી ચાલે છે.” ભાઈ, તને હજુ આ બધી બાબતોની જાણકારી નથી, એટલે તું એવું બધું માને છે. તેઓ રાક્ષસો જ છે અને મહા-માયાવી રાક્ષસો છે. તારા જેવાને તેમનું સાચું સ્વરૂપ ન જ સમજાય. તને જો બીક લાગતી હોય, તો બાજુએ જઈ ઊભો રહે, અને ભગવાનનું નામ લીધા કર. હું CC
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy