SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કાર્ડિનિ વાત પૂરી કરે છે સાન્કો ચાલ્યો ગયો એટલે પાદરી-બુવા અને હજામ બંને આસપાસ સારી સહીસલામત શીતળ જગા શોધીને નિરાંતે બેઠા. ત્યાં તેઓ શાંતિથી પોતાની યોજના અંગે જ વિચાર કરતા હતા, તેવામાં તેમણે કોઈ પુરુષને કંઠે ગવાતું ગીત સાંભળ્યું. આવા નિર્જન વગડામાં કોઈ એકલદોકલ ભરવાડ ગીત ગાય એ સમજાય તેવું હતું, પરંતુ આ ગીતના શબ્દો તથા ગાવાની હલક શહેરી હતાં. અને એવાં શહેરી ઢબનાં ગીત ગાનાર અહીં વગડામાં કોણ હશે એવો વિચાર તેઓને આવ્યો. ગીતના શબ્દો, એમાં રહેલો ઠપકો, પુરષની મિત્રતા અને સ્ત્રીના પ્રેમનું મિથ્યાપણું, વગેરે ઉપરથી તેમને સાન્કોએ કહેલી કાર્ડિનિયો સાથેની મુલાકાતની વાત તરત યાદ આવી. થોડી વારમાં ગાતો ગાતો તે માણસ એ ખડક તરફ આવ્યો. તે પણ આ બેને ત્યાં બેઠેલા જોઈ શૈકીને ઊભો રહ્યો. તેને જોતાં જ પાદરી-બુવાને ખાતરી થઈ કે, સાન્કોએ કરેલા વર્ણન મુજબ દેખાવવાળો એ પેલો પ્રેમ-ભગ્ન કાર્ડનિયો જ છે. પાદરીબુવા તેનો ઇતિહાસ તથા ગાંડપણની વાત જાણતા જ હતા, એટલે તેમણે સાવચેતીપૂર્વક શિષ્ટભાષામાં તેની સાથે વાત ઉપાડી. કાર્ડિનિયોને અત્યારે પેલું ગાંડપણનું વળું ન હતું, એટલે પોતાની તરફ સહાનુભૂતિ બતાવતા પાદરી-બુવાથી પ્રભાવિત થઈ, તે તેમની સાથે શાંતિથી વાતો કરવા લાગ્યો. પાદરી-બુવાને પોતાના ઇતિહાસથી પરિચિત જાણી તે નવાઈ પામ્યો, અને પોતાને સમજાવીને વસ્તીમાં પાછો લઈ જવા આવેલા આ કોઈ સંબંધી મિત્રો છે એમ માનીને તે કહેવા લાગ્યો – ૧૧૧
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy