SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ડૉન કિવકસોટ! તે આવી શકયાં છે તે કેવળ મંત્ર-તંત્રને બળે જ. તે અત્યારે દરવાજા બહાર આપના જવાબની રાહ જોઈને ઊભાં છે. "" ડબૂકે જવાબ આપ્યો, “અમે ઘણા વખતથી કાઉન્ટસ ત્રિફાલ્ટીનાં કમનસીબની કહાણી સાંભળી છે. તમે ઝટ તેમને અંદર લઈ આવો. કારણ કે, બહાદુર ડૉન વિકસોટ દ લા માંશા અત્યારે અહીં હાજર છે. તેમનાં દુ:ખ તે જરૂર દૂર કરી શકશે, એવી અમારી ખાતરી છે.” ત્રિફાલ્દીન તરત વંદન કરી, પોતાનાં માણસો સાથે પાછો ફરી ગયો. ડણૂક હવે ડૉન કિવકસોટ સામે ફરીને કહેવા લાગ્યા, “વાહ, અમારા દરબારગઢમાં પધા તમને હજુ છ દિવસ પણ થયા નથી, તેટલામાં તો આપના સમાચાર ચોમેર દૂર દૂર સુધી ફેલાઈ ગયા છે, અને દુ:ખી, પીડિત લોકો પોતાનાં દુ:ખનું મારણ શોધતા અહીં સુધી આવી પહોંચવા લાગ્યા છે.” થોડી વારમાં કાઉન્ટસ ત્રિફાલ્વી યોગ્ય અનુગામી પુરોગામીના રસાલા સાથે ત્યાં આવી પહોંચી. તેની બાર બાર તહેનાતબાનુઓ પણ શોકનાં કાળાં વસ્ત્રોમાં સજ્જ હતી. તેનો સ્કવાયર ત્રિફાલ્કીન તેની આગળ ચાલતો હતો. યૂક, ડચેસ અને ડૉન કિવકસોટ બારેક ડગલાં તેની સામે ગયા. પેલી કાઉન્ટસ તરત ઘોઘરા કર્કશ અવાજે બોલી ઊઠી, આપ લોકો મારા સત્કાર માટે આમ આગળ આવો એ આપની સજ્જનતા છે; બાકી તો મારા કમનસીબે મને ભાનભૂલી બનાવી દીધી છે.” 66 ડયૂકે અને ડૉન કિવકસોટે તેને આશ્વાસન આપી, તેનું ગમે તેવું દુ:ખ હશે તો પણ દૂર કરવા પ્રયત્ન કરવાનું વચન આપ્યું; એટલે તેણે એક આસન ઉપર બેસીને પોતાની કર્મ-કથા સંભળાવવા માંડી — 66 કેપ કોમોરીનથી છ ગાઉ પેલી પાર આવેલા દક્ષિણ સમુદ્રના વિખ્યાત રાજ્ય બૅન્ડાયાનાં રાજા-રાણી ગુજરી જતાં તેમની એકમાત્ર પુત્રી ઍન્ટોનૉમેશિયા કુલ વારસદાર બની. રાણીજીની પ્રથમ તહેનાતબાનુ તરીકે તેનું શિક્ષણ અને ઉછેર મારા હાથમાં હતાં. કુંવરી ચૌદ વર્ષની થતાંમાં તો તેનું સૌન્દર્ય એટલું ઝળહળી ઊઠયું કે, દેશપરદેશના ઘણાય રાજકુંવરો તેને મેળવવા ઉત્સુક થઈ ગયા. ત્યાંના જ રાજદરબારનો એક નાઈટ
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy