________________
૧૩ ઊડણ-ઘોડાનું પરાક્રમ પછીને એક દિવસે તેઓ સૌ બગીચામાં જમવા ગયાં હતાં. સાન્કો પોતાની વાતચીતોથી સૌ મંડળીને આનંદ આપી રહ્યો હતો, એટલામાં દૂરથી બંસીનો શોકપૂર્ણ અવાજ સંભળાવા લાગ્યો; સાથે નગારાનો ઢમઢોલ અવાજ પણ! સૌ મંડળી ઓચિંતો આ અવાજ સાંભળી એકદમ ચોંકી ઊઠી. ડૉન કિવકસોટ ઉશ્કેરાઈ ગયા, અને સાન્કો થરથર ધ્રુજવા લાગ્યો.
એટલામાં લાંબા કાળા ઝભ્ભા પહેરેલા બે જણ બગીચામાં દાખલ થયા. તે બંને જણ કાળા રંગના કાપડથી ઢાંકેલાં ઢોલ બજાવતા હતા. ત્રીજા માણસના હાથમાં બંસી હતી.
તેમની પાછળ એક રાક્ષસી કદનો માણસ આવ્યો. તે પણ કાળાં કપડાંમાં વીંટાયેલો હતો. તેની કમરે એક પટ્ટો હતો અને તેમાંથી એક જંગી તરવાર લટકતી હતી. એ માણસનું આખું માં કાળી બુકાનીથી ઢંકાયેલું હતું. જોકે તેની નીચેથી લાંબી સફેદ દાઢી કમર સુધી લંબાતી હતી. તેનાં પગલાં બરાબર પેલા ઢોલબંસીના સંગીતના તાલમાં જ પડતાં હતાં.
થોડું નજીક આવી, તે જંગી માણસ ડયૂકની સામે ઘૂંટણિયે પડયો. મૂકે તેને તરત ઊભો કર્યો, અને તે કોણ છે વગેરે પૂછ્યું.
પેલાએ ઘેરા મોટા અવાજે જવાબ આપ્યો, “હું કાઉન્ટસ ત્રિફાલ્દીનો સફેદ દાઢીવાળો સ્કવાયર ત્રિફાલ્કીન છું. કાઉન્ટસનું બીજું નામ ‘હતાશ મહિલા’ છે. તેમના એલચી તરીકે હું આપની પાસે આવ્યો છું. તેમણે પુછાવ્યું છે કે, અજેય એવા નાઈટ ડૉન કિવકસોટ દ લા માંશા અત્યારે તમારા કિલ્લામાં છે? તે એમની શોધમાં છેક કૅન્ડાયા રાજ્યમાંથી ભૂખ્યા-તરસ્યાં પગપાળાં નીકળીને આવ્યાં છે. અલબત્ત એટલે બધે દૂરથી
૨૧૯