SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ વીશીમાં શું બન્યું? ૧૩૫ ડૉરોધિયાનો સ્કવાયર કયાં ગયો એમ તે પૂછે, તો આપણે સૌએ એમ કહેલું કે, રાજકુંવરીઓ તેને અગાઉથી બંદરે જહાજની તૈયારી કરવા મોકલી દીધો છે. ત્યાર બાદ વીશીવાળાના કુટંબ સાથે ડૉન વિક્સોટની વાતો કરતા સૌ ટોળે વળીને બેઠા. નાઈટ લોકોની વાતો વાંચી વાંચી તેમનું મન કેવું ભ્રમિત થઈ ગયું છે, તેવી વાત આવતાં સાન્કોને જરા ખોટું લાગ્યું; પણ તેણે તો પોતાના માલિક સાથે મિકોમિકોન દેશ સુધી જઈ પોતાનું નસીબ અજમાવી આવવાનો નિરધાર જ કર્યો હતો, અને ડૉરોધિયાએ પણ તેને એની એ માન્યતામાં મક્કમ રાખ્યા કર્યો. દરમ્યાન વીશીવાળા પાસે નાઈટોની વાતોની એક જાણીતી ચોપડી જોઈને પાદરી-બુવાએ તે વાંચવા માગી; પણ પછી સૌને તેમાંની વાતે સાંભળવાની ઇચ્છા હોવાથી તેમણે તે મોટેથી બોલીને વાંચવા માંડી. સૌ રસપૂર્વક એ વાતો સાંભળી રહ્યાં હતાં, અને સાન્કો પાન્ઝા ઊંઘ આવતી હોવાથી ડૉન ક્વિકસોટના કમરામાં જઈ ઊંઘવા માંડયો હતો. તેવામાં ડૉન કિવકસોટના કમરામાંથી સાન્કો પાન્ઝા ભય અને ત્રાસથી બૂમો પાડતો ત્યાં દોડી આવ્યો અને કહેવા લાગ્યો–“ભલા લોકો, મારા માલિકની મદદે દોડો! તે અત્યારે રાજકુમારી મિકોમિકોનાના દુશ્મન રાક્ષસ સાથે ખુનખાર યુદ્ધમાં ઊતર્યા છે. મેં મારા આખા જીવનમાં એવી ભયંકર લડાઈ જોઈ નથી. મારા માલિકે તરવારનો એવો ઘા કર્યો છે કે, પેલા બદમાશનું ડોકું કોળું કપાઈ જાય તેમ કપાઈ ગયું છે.” 66 પાદરી-બુવા પોતાના વાંચનમાં ભંગાણ પડતાં બોલી ઊઠયા: તારા માલિક શું એવા મહારથી છે કે, છ હજાર ગાઉ દૂર આવેલા રાક્ષસ સાથે અહીં પથારીમાં સૂતા સૂતા લડાઈ લડે છે?” પણ એટલામાં તો ડૉન દિવસોટની પોતાની બૂમો જ સંભળાઈ, તે ત્રાડી વાડીને કહેતા હતા: “ઊભો રહે, બદમાશ, ઊભો રહે! તારું હવે કંઈ ચાલવાનું નથી.” સાન્કો સૌને કહેવા લાગ્યો, “તમે બધા હજુ શું જોયા કરો છો? જોકે, એ રાક્ષસનું દારૂની પખાલ જેવડું મોટું માથું તો કપાઈને ભાંય ઉપર પડેલું છે અને આખો ઓરડો તેના લોહીથી ભરાઈ ગયેલો હું
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy