________________
સિંહ ખુશીથી પાંજરામાં પુરાયો! ૧૫૧ હાથમાં તરવાર લઈ, તરત તે લોકો ઉપર ધસી જઈ હુમલો શરૂ કર્યો. પેલા ગામડિયા નવાઈ પામી તેમની સામે થઈ ગયા અને એ મારામારીમાં ડૉન કિવક્સોટનું ખભાનું હાડકું તૂટી જતાં તે લથડિયું ખાઈ જમીન ઉપર તૂટી પડ્યા.
સાન્કો પાન્ઝા તરત ત્યાં દોડી ગયો. ડૉન કિવકસોટમાં જીવી રહ્યો હોય તેવું લાગતું નહોતું. તે તેમના શરીર ઉપર પડીને વિલાપ કરવા લાગ્યો. તેણે આ ગામડિયાઓના સરઘસનો અર્થ સમજી લઈ ડૉન કિવકસોટને હુમલો ન કરવા બૂમ પણ પાડી હતી. પરંતુ ડૉન વિકસોટ બીજાની આંખે કે પોતાની આંખે કશું જોઈ શકતા જ નહોતા. તે તો પોતાનાં ક૯૫નાચક્ષુથી જ બધું જોનારા માણસ બની ગયા હતા. અને આવી નામોશીભરી રીતે તેમનો કરુણ ફેજ આવેલો જોઈ, તથા પાંજરામાંથી તેમને બહાર કાઢવામાં પોતે જ નિમિત્ત બનેલો હોઈ, સાન્કોના પસ્તાવાનો પાર ન રહ્યો.
પાદરી-બુવા હવે પેલા ગામડિયાઓ તરફ દોડી ગયા અને તેમને ડૉન કિવક્સોટની માનસિક સ્થિતિ વિશે તેમણે સમજ પાડી. હવે સૌ ડૉન કિવસોટ જીવે છે કે મરી ગયા તે જોવા એ તરફ વળ્યા.
ડૉન કિવકસોટ જરા જરા ભાનમાં આવ્યા. તેમણે ઊંડો નિસાસો નાંખી લેડી ડુલસિનિયાને યાદ કરી લીધી, તથા પોતાને જલદી પાસે બોલાવી પુનર્જીવન બક્ષવા પ્રાર્થના કરી. પછી સાન્કો તરફ ફરીને તેમણે કહ્યું, “મને તો ઋષિ મૅન્ટિોનિયને મંત્રીને તૈયાર કરેલા પાંજરામાં જ પાછો મૂકી દો. મારા ખભાનું હાડકું ભાગી ગયું હોવાથી મારાથી ઘોડા ઉપર આમેય બેસી શકાય તેમ રહ્યું નથી. મારા ઉપર દુષ્ટ ગ્રહોની અત્યારે કુદૃષ્ટિ છે. તેવે વખતે મારા સંરક્ષક ઋષિએ મારે માટે મંતરી આપેલા પાંજરામાં જ મારે મુસાફરી કરવી એ વાજબી છે.”
સાન્કોને પણ એ દલીલમાં વજૂદ લાગી. એટલે ફરીથી ડૉન કિવકસોટને પાંજરામાં પધરાવવામાં આવ્યા અને તેમની ગામ તરફની મુસાફરી શરૂ થઈ.
છ દિવસે જ્યારે તેઓ ગામ પહોંચ્યા, ત્યારે બપોર થયા હતા. તે દિવસે રવિવાર હોવાથી બજારનો દિવસ હતો, એટલે બજારમાં ઘણી જ