________________
બે અદ્ભુત પરાક્રમો!
૭૧ તરત તેમણે મજબૂત રીતે ભાલો હાથમાં પકડી, પોતાના ઘોડાને રસ્તા વચ્ચે લીધો. પછી તે બધા નજીક આવ્યા એટલે તેમણે ત્રાડ નાખીને કહ્યું કે, “ઊભા રહો, તમે લોકો કોણ છો, અને ક્યાંથી આવ્યા છો તે જણાવો; તથા આ પાલખીમાં તમે શું લઈ જાઓ છો તે કહી દો; કારણ કે તમે લોકો બદમાશો હશો, તો મારે તમને સજા કરવી પડશે; અને તમે લોકો બીજા કોઈ બદમાશથી પીડાઈને નાસી છૂટયા હશો, તો મારે તમારું વેર લેવું પડશે.”
પેલા ધોળા ઝબ્બાવાળાઓમાંના એકે હવે કહ્યું, “અમે ઉતાવળમાં છીએ, તથા વીશી હજુ દૂર છે. અમારાથી તમારા પ્રશ્નોનો જવાબ આપવા થોભાય તેમ નથી.”
ડૉન કિવક્સોટને આ જવાબથી બહુ ખોટું લાગ્યું; તેમણે તરત પાસે જઈ પેલાના ખચ્ચરની લગામ પકડી અને કહ્યું, “અવિનયી નાઈટ, મેં પૂછેલા પ્રશ્નોનો સીધો જવાબ આપ, નહિ તો લડવા તૈયાર થઈ જા; મારી આંખમાં ધૂળ નાખી, તમે લોકો તમારા દુષ્ટ કૃત્યની સજા પામ્યા વિના છટકી શકવાના નથી.”
પેલાનું ખચ્ચર બહુ ભડકણ હતું. તેથી આ રીતે તેની લગામ ડૉન કિવકસોટે પકડતાં જ, તે તરત પાછલે પગે ઊભું થઈ ગયું અને તેનો સંવાર જમીન ઉપર ગબડી પડ્યો. આ જોઈ એ મંડળીનો એક નોકર જેવો માણસ આગળ આવી ડૉન વિકસોટને ધમકાવવા લાગ્યો. | ડૉન કિવકસોટને તેથી ખૂબ જ ગુસો ચડ્યો. તેમણે તરત રોઝિનેન્ટીને એ આખી મંડળી ઉપર ઊંધું ઘાલીને ઝીંકયો અને જાસ્સામાં આવી જઈ પોતાની તરવાર ચલાવવા માંડી. પેલા સફેદ ઝભાવાળા બધા પોતપોતાની મશાલો સાથે આમ તેમ ભાગવા માંડ્યા. પેલા શોકધારી કાળા પોશાકવાળાઓ પણ પોતાના કાળા ઝભાઓથી એવા જકડાઈ ગયેલા હતા કે બિચારાઓથી ઝટ ઝટ નાસી જઈ શકાય તેમ પણ નહોતું, – સામનાની વાત તો દૂર રહી. ઊલટા તેઓ તો પોતાની સાથેના મડદાને લઈ જવા આવેલું આ કોઈ નરકનું ભૂત છે, એમ માની વધુ ગભરાયા. અને ડૉન કિવકસોટને એક ઘસરકો પડ્યા વિના ઘેટાં જેવા