________________
२३
‘કિહોટે’ ઉચ્ચાર બરોબર નથી; (જોકે, તેથી કાંઈ તેઓ બરોબર ઉચ્ચાર કરી બતાવશે એવું રખે માનતા; તેઓ, તેના ઉચ્ચારના સ્વર-વ્યંજનો વિષે એક લઘુ કે લંબ નિબંધ જ લખી બેસીને, તેના ઉચ્ચારની ચર્ચાસ્પદતા જ સિદ્ધ કરશે !) – તો ડૉન-કથાના પૂર્ણાનુવાદક આ ભયસ્થાન વિષે અગમ-ચેતીને પાણી પહેલી જ પાળ બાંધે છે કે, આમ ‘ કિહોટે’ લખવા છતાં, એનો સાચો કે સચોટ ઉચ્ચાર તો એથી પણ યથાતથ લિપિબદ્ધ નથી જ થઈ શકયો!
તટસ્થ વાચક અહીં કદાચ કહી બેસે કે, તો આપણા લોકમાં –(સર્વ લોકમાં નહિ, પેલા અંગ્રેજીની એકમાત્ર જ્ઞાન‘દ્વારિકા’માંથી હવા ખાધેલ લોકમાં, અને તેમનું સાંભળીને તે બારી વિનાનાં ઘરમાં હવા ખાતા રહેલા લોકોમાં કર્ણોપકર્ણ ગયેલો,) – અંગ્રેજ-કૃપાએ બોલાતો પરિચિત ‘ કિવકસો( - ઝો)ટ' ઉચ્ચાર શો ખોટો?
.
અને આ ઉચ્ચાર અને લિપિ ને લેખન શબ્દો સાંભળીને કદાચ । પેલા ધ્વન્યાલેખન-પટુ વ્યુત્પત્તિકારો જોડણી-યુદ્ધ જગવી બેસે ને કહે કે, બોલો તેવું જ લખો; ભલે બોલી બાર ગાઉએ બદલાયા કરે!–તો આ ‘કિહોટે’ને ‘સર્વાન્ત' બેના બિચારાના શા હાલ થાય? તેઓ નાદ કરીને કહેશે, ‘કિહોટે'માં ઈ, ઓ, એ સ્વરો લાંબા થયા છે કે પહોળા, અને હ-શ્રુતિ કે હકાર કે પછી હાક-શાક-ન્યાયે ઉચ્ચાર-ભેદ છે, – શું છે? એ બધી અનંત રાવ-ફરિયાદમાંથી બચીને સારાનુવાદકે ‘કિવકસોટ’ અપનાવી આબાદ વિક્રમ સાધ્યો ગણાય; તો ‘સર્વાન્ટિસ” અપનાવીને પૂર્ણનુવાદકે ‘સર્વાન્ત ’ને માત કરી બાકીનો અર્ધા વિક્રમ સર કર્યો છે. એમ આ દ્વૈતવાદી ગુજરાતી પરાક્રમ – સર્વાન્ટિસના ‘ કિવકસોટ ’નું –
-
બહાર પડે છે.
પરંતુ પહેલી રસ-પવન-ચક્કી પેઠે જ આ ધ્વનિ- ને ઉચ્ચાર- પવનચક્કી પર કૂદવામાં પાછો લપસી પડયો! જોકે, ડૉન-કથા વાંચીને તેને આવકાર આપવાનો સક્રિય માર્ગ એવો જ હોય ને? તે પરથી વાચક જોશે કે, આ કથા કેવા જબરા ચેપી રસવાળી છે!