SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉન કિવકસોટ! ડૉન કિવક્સોટને બધું પોતાનાં કલ્પના-ચક્ષુથી જ જોવાની ટેવ હતી; એટલે તેમણે પોતાના ઘોડાને સીધો તે હજામ ઉપર દોડાવી મૂકયો અને થોડે દૂરથી બૂમ પાડીને તેને કહ્યું, “બદમાશ, લડવા તૈયાર થઈ જા, અથવા તે પડાવી લીધેલો વિખ્યાત સુવર્ણ-ટોપ મને સોંપી દે.” પેલા હજામે આ કોઈ વિચિત્ર દેખાવવાળા માણસને ભાલો હાથમાં રાખી, સીધો પોતાના તરફ ધસી આવતો જોઈ, ડહાપણ વાપરી તરત ગધેડા ઉપરથી પડતું નાખ્યું, અને પછી ઝટપટ ઊભા થઈ જઈ, ખેતરો તરફ ભાગવા માંડયું -શિકારીઓને પાછળ પડેલા જોઈને સસલું ભાગે તેમ! ડૉન કિવકસોટે હવે મેદાનના સંપૂર્ણ માલિક બની, પાસે આવી પેલો સુવર્ણ-ટોપ ઉપાડી લેવા સાન્કોને કહ્યું. સાન્કોએ પાસે આવી, એ તાંસળું હાથમાં લીધું અને કહ્યું, “માલિક, આ તો કેવળ એક તાંસળું છે.” | ડૉન કિવકવોટે તે તાંસળું માથે મૂકી દીધું, અને સાન્કોને કહ્યું, “મૂરખ, આ સોનાનો સુવર્ણ-ટોપ જેના હાથમાં આવ્યો હશે, તેણે એનો ઉપયોગ સમજ્યા વિના, કેવળ પૈસાના લોભમાં એનો નીચેનો મહોરાવાળો ભાગ કાપી લઈને વેચી ખાધો છે. બાકીનો આ અર્ધો ભાગ તેથી જ તને તાંસળા જેવો દેખાય છે. કોઈ શહેર રસ્તામાં આવશે ત્યારે હું આનો બાકીનો મહોરાનો ભાગ કરાવી લઈશ, એટલે પછી સોનીઓના દેવે યુદ્ધના દેવ માટે ઘડેલા ટોપ કરતાં પણ એ વધુ જોવા જેવો બનશે. દરમ્યાન આટલો અર્ધો ભાગ પણ માથા ઉપર રાખવાથી પથરો બથરો વાગતો તો અટકશે.” “ખરી વાત માલિક, જુઓને બે લશ્કરી સાથેની અથડામણમાં ગોફણનો પથરો વાગવાથી તમારા પેલા કીમતી ષધની ભંભલી અને તમારા જડબાના કેટલાય કીમતી દાંત તૂટી ગયા હતા.” ભાઈ, તારે એ ભંભલી તૂટી ગયાનો શોક કરવાની જરૂર નથી; કારણ કે એ જાદુઈ ઔષધ બનાવવાની રીત મને યાદ છે જ; એટલે આપણે ગમે ત્યારે તે ઔષધ ફરી બનાવી શકીશું, એટલે મારે કે તારે કશા ઘા પડે તેથી ડરવાની જરૂર નથી.”
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy