SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ બે અદ્ભુત પરાક્રમો! ડૉન કિવકસોટે હવે જેમ તેમ કરીને ઊભા થઈને સાજોની પાસે જઈ તેને આશ્વાસન આપવા માંડ્યું –“દરિયામાં તોફાન બહુ જ વધી જાય છે, ત્યારે જ તરત પાછળ શાંતિ ચાલી આવતી હોય છે. વળી દુ:ખનો પ્યાલો પહેલો ખાલી થઈ જાય, તે વધુ સારું ગણવું; કારણ કે, પછીથી સુખનો પ્યાલો દુ:ખના મિશ્રણ વિનાનો બની રહે છે,” ઇ૦. પણ સાન્કોને આ વખતે ઝટ આશ્વાસન મળી શકે તેમ નહોતું; તેણે કહ્યું, “મારા બાપના દીકરાને આજે સવારે શેતરંજીમાં નાખી જે રીતે ઉછાળ્યો છે, અને મારી માના દીકરાને જે રીતે ઝોળી વિનાનો તે લોકોએ કર્યો છે – તે જોયા-જાણ્યા પછી મને હવે આ નોકરીમાં – આ જાતના જીવનમાં કશો રસ રહ્યો નથી.” “શું આપણી ઝોળી ગઈ? તો તો આજે આપણે ઉપવાસ જ ખેંચવાનો છે, એમ?” પણ તમે, માલિક, આ ખેતરમાંથી પેલાં જાદુઈ મૂળિયાં અને વનસ્પતિ શોધી કાઢો, જે ખાધે ભૂખ જ ન રહે.” “અરે ભાઈ એ તો ભૂખ ન ા હોય ત્યારે ખાઈ લેવાનાં હોય છે, જેથી પછી વધુ ભૂખ ન લાગે. અત્યારે તો આપણને ભૂખ લાગી જ છે, ત્યારે એ મૂળિયાં શા કામમાં આવે? પરંતુ પરમાત્માની કૃપા ઉપર આશા રાખ અને શ્રદ્ધા રાખ; કારણ કે પરમાત્મા તો પર્વત ઉપર શિલાઓ નીચેનાં જીવડાંને પણ ખાવાનું પહોંચાડે છે અને મહાસાગરને તળિયે રહેલાને પણ. તો આપણે તો તેની સેવામાં નીકળી પડેલા બંદા છીએ; આપણને તે કદી ભૂખ્યા રહેવા નહિ દે.” માલિક, તમારે નાઈટ થવાને બદલે ધર્મોપદેશક થવા જેવું હતું, તો તમારા ઉપદેશથી ખુશ થયેલાં ભક્તજનો તરફથી મળતા મિષ્ટાન્નના ઢગલાઓથી મારા જેવા કેટલાય પેટ તથા કોઠાર ભરાઈ જાત. તેને બદલે આ માત્ર માર જ ખાયા કરવાનો ધંધો ક્યાંથી તમે પસંદ કર્યો, માલિક?” અને ખરેખર, વાતોથી કંઈ પેટ ભરાવાનું નહોતું, એટલે તેઓ કોઈક વસવાટની શોધમાં આગળ ચાલ્યા. રાત પડવા લાગી હતી, અને ડૉન કિવકસોટનું પેટ ભયંકર ઊલટીઓથી કયારનું ખાલી થઈ ગયું હતું.
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy