________________
૧૪૫
સિહ ખુશીથી પાંજરામાં પુરાયો! ૧૪૫ પોતાના હાથને આટલો બધો સખત ન દાબવા ગઢપતિની સુકન્યાને વિનંતી કરી, પણ પેલી બે જણીઓ તો હસી હસીને બેવડી વળી જતી ત્યાંથી ચાલતી થઈ.
હજુ તો ડૉન કિવકસોટ રોઝિનેન્ટીના પેંગડામાં જ ઊભેલા હતા; તેમના કાંડા ઉપરની બળતરા તો ગાળિયો સખત બેસવાને કારણે જ થઈ હતી. પણ જો રોઝિનેન્ટી તેમના પગ નીચેથી સહેજ ખસવા પ્રયત્ન કરે, તો તો તે આખા એ કાંડાના ગાળિયાને આધારે જ લટકી રહે, અને તેમની જે માઠી વલે થાય, એ કલ્પી શકાય તેવું છે. પણ રોઝિનેન્ટી બિચારો સાલસ ઘોડો હતો. એટલે માલિક જ્યાં સુધી તેને હાંકે નહિ ત્યાં સુધી તે ત્યાં ને ત્યાં સ્થિર ઊભો રહે એમ હતું. | ડૉન કિવકસોટે પેલી બાનુઓને પહેલાં હળવેથી અને પછી જરા મોટેથી પોતાને તેમની પ્રેમ પકડમાંથી મુક્ત કરવા વિનંતી કરી જોઈ; પણ પછી કશો જવાબ ન મળતાં તેમને ખાતરી થઈ ગઈ કે, આ તો જાદુઈ કિલ્લાની માયાજાળ જ કોઈ પરિણામ છે!
તેમને યાદ આવ્યું કે, “નાઈટ-લોકોને કોઈ જગાએ નિષ્ફળતા મળે, તો તેમણે જાણી લેવું કે, તે પરાક્રમ કરવાનું તેમને માટે નહિ, પણ બીજા કોઈ નાઈટ માટે નિર્માયું હશે,– પછી તેમણે ફરી તે જગાએ જવું ન જોઈએ. આમ, આ જાદુઈ માયાવી કિલ્લામાં એક વખત હું નિષ્ફળ ગયો હતો, એટલે પછી ફરીથી મારે અહીં આવવું જોઈતું નહોતું; છતાં હું અહીં આવ્યો એ જ મારી ભૂલ થઈ અને એની જ આ સજા મને થઈ છે.”
તેમણે કાંડું પાછું ખેંચવા જેમ જેમ પ્રયત્ન કર્યા, તેમ તેમ કેવળ પેલા ગાળિયાનું બચકું જ વધુ તીવ્ર બનતું ગયું. એમણે તે વખતે ઍમેદિસની તરવારને કેટલીય વાર યાદ કરી, કે જેની અણી લગાડતાં જ ગમે તેવી માયાજાળ પણ છિન્નભિન્ન થઈ જાય. પણ હવે શું?
પણ એટલામાં ચારેક ઘોડેસવારો એ વીશીમાં ઉતારો શોધતા ત્યાં આવ્યા અને ઘોડા ઉપરથી ઊતરી, દરવાજો થપથપાવવા લાગ્યા. ડૉન વિકસોટનો અંતરાત્મા તરત કકળી ઊઠયો. તેમણે કહ્યું, “આ કિલ્લામાં સૌ અત્યારે સૂઈ ગયાં છે, અને તમારામાં અક્કલ હોય તો તમારે ડૉ.–૧૦