________________
૫૪
ડૉન કિવકસોટ! પેલાં બે આ મોટા મોટા શબ્દોવાળી વાણીના અર્થને તો પૂરેપૂરાં ન પામી શકયાં; પરંતુ આ કંઈક આભારના શબ્દો છે એટલું માની, તેઓ તેનો પોતાના ગામઠી સંસ્કાર મુજબ મધુર જવાબ આપીને ત્યાંથી ચાલતાં થયાં. માત્ર પેલી બટકી નોકરડી સાન્કોને થોડું મલમ ઘસી આપવા થોભી.
હવે, એ નોકરડીએ એ ઓરડામાં ઊતરેલા પેલા ગાડાંવાળા વણજારા સાથે દિવસ દરમ્યાન સંતલસ કરી રાખી હતી. તે કાણી તથા બટકી હોવા છતાં, પોતાને પુરુષોના લોભની વસ્તુ માનતી હતી, અને આવા ઘરાકો મળે તેમનો પૂરો લાભ ઉઠાવતી હતી.
સાન્કોની પથારી ડૉન કિવન્સોટના વળીઓના ડામચિયા નજીક જ હતી. જમીન ઉપર જ ધૂળધમા કશુંક બિછાવીને ઉપરથી કંઈક ઓઢવાનું તેને આપવામાં આવ્યું હતું.
લેપ ખરડવાનું પૂરું થયું એટલે સાન્કો પોતાની પથારીમાં પેસી ગયો, અને પોતાની દુખતી પાંસળીઓ જેટલી ઊંઘ આવવા દે, તેટલી મેળવી લેવાની કોશિશમાં પડ્યો. ડૉન કિવકસોટનાં પડખાં તો એટલાં બધાં છોલાયાં હતાં કે, તેમને ઊંઘ આવવાનો સવાલ જ ન હતો – તે તો સસલાની પેઠે ઊઘાડી આંખે જ પથારીમાં સૂતા હતા.
ચોમેર દીવાબત્તી ન રહેતાં અંધારું ઘોર થઈ ગયું હતું. પોતાની પથારીમાં જાગતાં પડ્યા પડ્યા ડૉન કિવકસોટના મનમાં એક વિચિત્ર ખ્યાલ સળવળાટ કરવા લાગ્યો. કોણ જાણે શાથી, તેમને મનમાં વસી ગયું હતું કે, વીશીવાળાની સુંદર પુત્રી પોતાની બહાદુરી, પોતાની ખ્યાતિ, તથા પોતાને થયેલા ઘા વડે ખૂબ મોહિત થઈ ગઈ છે; અને જાણે પોતાના અંતરનો પ્રેમ નિવેદિત કરવા રાતના એકાંતમાં તે જરૂર આવશે. પોતાને તે એક ઉમરાવના મહાન ગઢમાં ઉતારો પામેલા તો માનતા જ હતા, અને ગઢપતિની પત્નીઓ તથા પુત્રીઓ ઘાયલ થયેલા નાઈટોની સરભરામાં કેવી રીતે લાગી જતી, અને તેમ કરતાં કરતાં પ્રેમ-યાચના કરી બેસતી, એવા પુસ્તકોમાં વાંચેલી વાતોના પ્રસંગો તેમને યાદ આવવા માંડયા. સાથે સાથે લેડી ડુલસિનિયાને વફાદાર રહેવાની પોતે લીધેલી કઠોર પ્રતિજ્ઞા