________________
યોગેસિયનો બિચારા ભરવાડોને આ લાંબા ભાષણમાં કશું સમજાયું નહિ. પણ તેઓએ પછી પોતાનામાંના એક જણને પ્રેમ-કહાણીનું લોકગીત ગાવા માટે જણાવ્યું અને તેણે લલકારીને એ ગાયું પણ ખરું. | ડૉન કિવકસોટને આ ભલા લોકોની સાથે બેસવામાં અને વાતો કરવામાં એટલો બધો આનંદ આવ્યો કે, તેમણે બીજું પણ એક ગીત સંભળાવવાની ફરમાયશ કરી. પરંતુ સાન્કોને તો વધારે પડતું ખાધું-પીધું હોવાથી ઘેન ચડવા માંડ્યું હતું અને તેણે સૂઈ જવાની રજા માગી. ડૉન કિવકસોટે પોતાને કાને દરદ વધતું જતું હોવાથી સાન્કોને મલમપટ્ટો બાંધવા માટે કહ્યું. પણ ભરવાડોએ થોડાંક પાન અને મીઠું ભેગાં મસળી, તેની લુગદી તેમને કાને બાંધી દેતાં, થોડી વારમાં તેમને આરામ જેવું લાગવા માંડ્યું.
યોગેસિયને બીજે દિવસે ડૉન કિવન્સોટ અને સાન્કો પાન્ઝા આગળ ચાલ્યા. બપોર થતાં એક ઝરા પાસેની હરિયાળી જમીનમાં તેઓ આરામ કરવા થોભ્યા. રોઝિનેન્ટીને તથા સાન્કોના ગધેડાને તેઓએ ચરવા છૂટાં મૂકયાં અને ઝોળીમાંથી જે કાંઈ ખાવાનું મળ્યું તેના ઉપર હાથ ચલાવવા માંડ્યો.
હવે બનવાકાળ તે એ જ હરિયાળા પ્રદેશમાં થોડે દૂર યાંગેસિયન વણજારાઓએ પડાવ નાખ્યો હતો. તેઓની ગૅલિસિયન ઘોડીઓ પણ એ ઝરાને કાંઠે કાંઠે ચરતી હતી. આ માંગેસિયન લોકો જ્યાં ઘાસ પાણીની સગવડ હોય ત્યાં જ પડાવ નાખે, આરામ કરે, અને ઢોરને ચરવા છૂટાં મૂકી દે.
રોઝિનેન્ટી આમ તો બહુ ઠાવકું અને શાણું પ્રાણી હતું. એટલે જ સાન્કોએ તેને ગધેડા સાથે છૂટો જ ચરવા મૂકી દીધો હતો. રોઝિનેન્ટીને
* ગૅલિસિયાના વણજારાઓ.