________________
૧૬૨
ડૉન કિવકસોટ!
“ઍરેગોન રાજ્યના સરગોસા શહેરમાં થોડા વખત બાદ. નાઈટોની ભારે ટુર્નામેન્ટ થવાની છે. તેમાં તમે જઈ સૌ નાઈટોને ગબડાવી પાડીને વિજ્યમાળ પ્રાપ્ત કરો, તો તો રંગ રહી જાય!”
તૈયારીઓ પછીના દિવસોએ તો સાન્કો પાન્ઝાની અવરજવર વધી ગઈ. ડૉન વિક્સોટ તથા સાન્કો બંધ બારણે કેટલીય વખત વાતચીત ચલાવ્યા કરતા. કામવાળી બાઈ તે વાતોનો અર્થ કલ્પી લઈને, એક વખત સેપ્શન કેરેસ્કોને ઘેર દોડી ગઈ. તેની આગળ ઘૂંટણિયે પડીને તે આજીજી કરવા લાગી કે, “ગમે તેમ કરીને મારા માલિકને આ ગાંડપણમાંથી છોડાવો. હમણાં જ તે તેમની પ્રથમ યાત્રામાંથી સારી પેઠે ખોખરા તથા મરવા જેવા થઈને પાછા આવ્યા છે, અને તેય કોઈ જંગલી પ્રાણીની પેઠે બળદગાડામાં મૂકેલા પાંજરામાં પુરાઈને! તેમને ફરી પાછા ટટાર કરવામાં અમે લોકોએ કેટલી બધી ખાવાપીવાની ચીજોનો ઘાણ કાઢી નાંખ્યો છે. અને છતાં પાછા હવે ફરીથી તે એ જ ગાંડપણમાં બહાર નીકળશે, તો આ વખતે તો જીવતા ભાગ્યે જ પાછા આવવા પામશે!”
પેલા પંડિતે ઝટપટ તેને ઘેર પાછા જઈ, પોતાને માટે ગરમાગરમ કંઈ નાસ્તાનું તૈયાર રાખવા જણાવ્યું; તથા પોતે હમણાં જ ત્યાં આવે છે અને તેમનું ગાંડપણ હંમેશને માટે દૂર કરી આપે છે, એવી ખાતરી આપી.
પેલી ત્યાંથી ચાલી જતાં, પંડિતે ઝટપટ પાદરી-બુવાનો સંપર્ક સાધ્યો અને તેમની સાથે મળી એક યોજના વિચારી લીધી.
તે જ ઘડીએ સાન્કો ડૉન વિશ્લોટ સાથે સ્કવાયર તરીકે સાથે ફરીથી જોડાવવા માટે કંઈક કડદા કરી રહ્યો હતો.
તે કહેતો હતો, “મારી ઘરવાળી આગ્રહ કરે છે કે, મારે તમારી સાથે બધી શરતો અગાઉથી નક્કી કરી લેવી. તે કહે છે કે, “હાથે તે