SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ તૈયારીઓ ૧૬૩ સાથે, “જિંદગીનો શો ભરોસો?” “કાલ કોણે દીઠી છે?' એટલે જે કંઈ તમારી નોકરીમાં મળવાનું હોય તે ભવિષ્યમાં નહિ, પણ મહિને મહિને મળવું જોઈએ. અને તે પગાર મને તમારી અત્યારની જાગીરમાંથી મળવો જોઈએ. કારણ કે, ભવિષ્યમાં તમને મોટું રાજ્ય જ્યારે મળે ત્યારે મળે; તથા મને પણ ટાપુનું ગવર્નરપણે જ્યારે મળે ત્યારે મળે. અને એવું કશું મળે ત્યારે અત્યારે આપેલી રકમનો હિસાબ લેવો-દેવો. હું તમે આપેલો બધો પગાર દૂધે ધોઈને મારા ટાપુની તિજોરીમાંથી પાછો આપી દઈશ, બસ! “હિસાબ કોડીનો અને બક્ષિસ લાખની!'” પણ ડૉન કિવક્સોટ અકળાઈને તરત બોલી ઊઠ્યા, “મેં વાંચેલી નાઈટ-લોકોની ચોપડીઓમાં ક્યાંય તેમણે સ્કવાયરોને મહિનાનો કે વરસનો પગાર નક્કી કર્યા હોય અને આપ્યો હોય, એવું વાંચ્યું નથી. સ્કવાયરોએ તો નિર્વાહ માટે નાઈટ-લોકોની કૃપાદૃષ્ટિ ઉપર જ જીવવાનું હોય છે. અને નસીબજોગે નાઈટ-લોકો તેમના નોકરોને ટાપુના ગવર્નર બનાવે કે તેની કિંમત જેટલી કોઈ મોટી રકમ આપે કે અપાવે, તોપણ તે બક્ષિસ રૂપે જ હોય. એટલે ભાઈ સાન્કો, તારે જો બાંધ્યા પગારથી જ મારી સાથે પાછા જોડાવું હોય, તો તું તારે ઘેર પાછો જઈ શકે છે, અને તારી અવિનયી પત્નીને કહી શકે છે કે, હું કોઈ કારણે જૂના નાઈટ લોકોના શિરસ્તાને તેના કહ્યાથી તોડવાનો નથી : “શિર સલામત તો પઘડિયાં બહોતેરી” – એ ન્યાયે હું સાચો નાઈટ રહીશ, તો સ્કવાયરો તો ઘણાય આવી મળશે. “કૂકડો બોલે તો જ વહાણું વાય,’ એવું ઓછું છે?” સાન્કો પોતાનો ટેટો આમ સુરસુરિયું થઈ ગયેલો જોઈ, જરા છોભીલો પડી ગયો, અને શો જવાબ દેવો તે ન સૂઝવાથી ગેંગે-પેપે કરવા લાગ્યો. એટલામાં સૅમ્સન કેરેસ્કોની પધરામણી ત્યાં થઈ. ડૉન કિવસોટની ભાણી, પંડિતજી પોતાના મામાને હવે ફરી ગાંડપણ ન કરવાનું સમજાવશે એમ માની, બધી વાતચીત સાંભળવા તૈયાર થઈને ઊભી રહી. પરંતુ પંડિતજીએ તો આવતાં વેંત ડૉન કિવક્સોટને આલિંગન કરી, ભડની ભાષામાં કહેવા માંડ્યું, “નાઈટ લોકોના મુકટશિરોમણિ, સ્પેનિશ પ્રજાની જીવતી પ્રતિષ્ઠા અને કીતિના અરીસારૂપ મહાપુરુષ, તમને તમારા ત્રીજા વિજયપ્રસ્થાનમાં જે જે લોકો આડે આવતા હોય, તે સૌ નરકના
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy