________________
૧૬૪
ડૉન કિવકસોટ! બળબળતા અગ્નિમાં પડીને ખાખ થઈ જાઓ, તેમનાં મેં હંમેશને માટે કાળાં થાઓ; અને તેમની ઇચ્છાઓનો તાંતણો અધવચ જ દશ દશ જગાએથી તૂટી જાઓ! માણસજાતને તમારા પ્રસ્થાનથી જે અનુપમ લાભ થવાના છે, હજારો અનાથો અને અબળાઓને જે રક્ષણ મળવાનું છે, હજારો વિધવાઓ જેમનો આશરો પ્રાપ્ત કરી નિરાંતની જિંદગી ગુજારવાની છે, અને હજારો અત્યાચારીઓ ધૂળ ફાકતા અને રાખ ચાટતા થવાના છે, તેમને તે બધાથી વંચિત રાખનાર એ નર-કીટકો અને નારીકીટિકાઓને ધિક્કાર છે! આપના પ્રસ્થાનની તૈયારીરૂપે કાંઈ સાધનસામગ્રી ખૂટતી હોય તો તે લાવી આપવા, તથા આપની સાથે સ્કવાયર તરીકે પાછળ પાછળ આવવા આ રંક દાસ ખડે પગે તૈયાર છે. એ મહામાન મને મળે, તે માટે હું કેટલો ઈ તેજાર છું, એ બતાવવા મારી પાસે શબ્દો નથી કે જાદુઈ અરીસો નથી.”
ડૉન કિવકસોટે હવે સાન્કો તરફ તુચ્છકારની અને ઠપકાની નજરે જોયું, તથા પંડિતજીને જવાબ આપ્યો, “ના, ના, પંડિતજી, તમારા જેવા જ્ઞાન-સાગરને મારી સાથે નોકર તરીકે લઈ જઈ, હું આપણા દેશના જ્ઞાન-વિજ્ઞાનને રંક કરવા નથી માગતો; તમે તો તમારે સ્થાને જ રહો અને તમારો લાભ સૌને આપતા રહો; મને તો ઘણાય સ્કવાયરો મળી રહેશે, ભલે સાન્કો આવવા તૈયાર ન હોય.”
નહિ, નહિ, હું આવવા તૈયાર છું, માલિક. એ તો મારી પત્નીના ટકટકારાથી કંટાળી મેં તમારી આગળ એ વાત સહેજ રજૂ કરી હતી. પરંતુ ધણી તો હું છું; એ મારી ધણિયાણી છે; અને ધણીની જ ઇચ્છા કોઈ પણ મરદ માણસના ઘરમાં ચાલી શકે.”
કિવસોટ હવે પોતાના આ બંને શુભેચ્છક અને શુભનિષ્ઠાવાળા મિત્રોને ભેટયા; તથા ત્રણ દિવસ પૂરા થતાં જ વિજ્યપ્રસ્થાને નીકળવાનું તેમણે જાહેર કર્યું. પેલી ભાણી અને કામવાળી બાઈ બીજા ઓરડામાં જઈ, માથાના વાળ પખતાં અને કપાળ કૂટતાં એ ભૂંડા પંડિત ઉપર શાપ વરસાવવા લાગ્યાં.
નીકળવાની બધી તૈયારીઓ થવા લાગી. ડૉન કિવક્સોટ પાસે લોખંડી શિર-ટોપ ન હતો, તે આ વખતે પંડિતજી કોઈ મિત્ર પાસેથી ખાસ