________________
૨૦૪
ડૉન કિવકસોટ! સૌંદર્યરાજ્ઞી ડુલસિનિયાની વાત આવે, ત્યાં સરખામણીમાં બીજી સૌ સૌંદર્યવતી સ્ત્રીઓ હેઠ છે.”
સાન્કો હવે વચ્ચે બોલી ઊઠ્યો: “અલબત્ત, સ્પેન દેશની ભૂમિમાં જ્યાં ઊભો હોઉં ત્યાં હું એમ કહેવા તૈયાર છું કે, લેડી ડુલસિનિયા ડેલ ટૉબોસો ખરેખર સુંદર અને ગોરાં છે. પરંતુ આપણે “ધારીએ નહિ ત્યાંથી સસલું નીકળે' એ કહેવત છે જ; તથા કુદરત ડોસીનો પણ પેલા કુંભાર જેવો ઘાટ છે કે, જે એક ફૂટડી કુલડ બનાવે, તે બીજી સો પણ બનાવી શકે'; એટલે આ લેડી ડચેસ પણ લેડી ડુલસિનિયા ડેલ ટૉબોસો કરતાં જરા પણ ઊતરે એવાં નથી જ.”
ડૉન કિવકસોટે સાન્કોના લપલપિયા સ્વભાવ બદલ ડયૂકની તથા ડચેસની હજાર હજાર માફી માગી.
પણ ડયૂકે હવે ડૉન કિવકસોટને પોતાના નજીક આવેલા મહેલમાં પધારી, પોતાનું આતિથ્ય સ્વીકારી, પોતાને આભારી કરવા વિનંતી કરી.
૧૧
અનેક અને મહત્વની બાબતે વિષે થોડુંક
ડયૂક એકલા પોતાના દરબાર-ગઢમાં નાઈટના વિધિસર સત્કાર માટે તૈયારીઓ કરાવવા આગળ ચાલ્યા ગયા. સાન્કો તો ડગેસની મીઠી નજર પોતા ઉપર થઈ છે એ જાણી ખુશ ખુશ થઈ ગયો. કારણ કે, તેને હવે ખાનપાન, આરામ વગેરે ભરપટ્ટે મળશે એવી આશા બંધાઈ હતી.
દરબાર-ગઢમાં પેસતાં જે શાહી સન્માન આ મોંઘા અતિથિને આપવામાં આવ્યું, તે જોઈ સાન્કો પણ આભો બની ગયો; તથા ડૉન કિવકસોટને પણ પોતે જાણે આજે જ ખરા નાઈટ બન્યા હોય તેવું લાગ્યું.
ભોજન બાદ તેમનું મોં ધોવા ચાર ચાર તહેનાતબાનુઓએ ખૂબ સાબુ ઘસી તેમનાં આંખ-મોં ઉપર ફીણ ફીણ કરી મૂક્યું. પછી પાણી ખૂટ્યું એમ કહી એક જણી પાણી લેવા ચાલી ગઈ, તે કેટલીક વાર